બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indias first bowler mohammad nissar

ક્રિકેટ / અંગ્રેજોની આંખોમાં પાણી લાવનાર ભારતીય બોલર સાથે એવું તો શું થયું કે માત્ર 6 મેચ બાદ જ ક્રિકેટને કેહવું પડ્યું અલવિદા

Published By: Arohi

Last Updated: 03:01 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ નિસારની કારકિર્દી માત્ર 6 મેચની જ રહી પરંતુ આટલા ટૂંકા સમયમાં જ તેઓ હંમેશા ચર્ચામાં બન્યા રહ્યા.

⦁    ભારત માટે પ્રથમ વિકેટ લેનાર બોલર છે મોહમ્મદ નિસાર.
⦁    અંગ્રેજો પાસે નિસારની બોલીંગનો નહોતો કોઈપણ જવાબ 
⦁    બીજા વિશ્વયુદ્ધ અને રાજકીય પરિસ્થિતિઓના લીધે ક્રિકેટને અલવિદા કેહવું પડ્યું.


સી કે નાયડુનાં નેતૃત્વ હેઠળ ક્રિકેટનું ઘર ગણાતા એવા લોર્ડ્સનાં મેદાન પર ઇંગ્લેન્ડ સામે 1932માં ભારતે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. મોહમ્મદ નિસારે આ મેચમાં ભારત માટે પ્રથમ બોલ નાખ્યો હતો. સાથે જ ભારત માટે પ્રથમ વિકેટ લેવાનો અને એક ઈનિંગમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. આ મેચ આમતો 3 જ દિવસમાં ભારત હારી ગયું હતું. પરંતુ મોહમ્મદ નિસારની ધારદાર બોલિંગ ચર્ચાનો વિષય બની હતી. 

મોહમ્મદ નિસાર ઈંગ્લેન્ડના હેરાલ્ડ લાર્વુડ કરતા પણ વધુ ઝડપી બોલિંગ કરતા 
એ વાત આજે પણ માનવામાં આવે છે કે મોહમ્મદ નિસારથી વધારે ઝડપથી બોલિંગ કરનાર બોલર હજી સુધી ભારતને નથી મળ્યો. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સી કે નાયડુએ જણાવ્યું હતું કે મોહમ્મદ નિસાર ઈંગ્લેન્ડના હેરાલ્ડ લાર્વુડ કરતા પણ વધુ ઝડપી બોલિંગ કરે છે. ભારતના મુકાબલે અંગ્રેજો ઘણા અનુભવી હતા તે છતાય તેઓ મોહમ્મદ નિસારની ધારદાર બોલિંગ સામે ટકી શક્યા ન હતા.

માત્ર 6 મેચમાં જ તેમણે 25 વિકેટ્સ લીધી હતી 
ધારદાર ગતિનાં બેતાજ બાદશાહ એવા મોહમ્મદ નિસાર ફક્ત 6 ટેસ્ટ માટે જ રમી શક્યા. માત્ર 26 વર્ષની ઉંમરમાં જ મોહમ્મદ નિસારને બીજા વિશ્વયુદ્ધ અને રાજનિતીય પરિસ્થિતિઓના લીધે ક્રિકેટને અલવિદા કેહવું પડ્યું. માત્ર 6 મેચમાં જ તેમણે 25 વિકેટ્સ ઝડપી લીધી હતી. આ ટૂંકા સમયગાળાના લીધે નિસારની ઉપલબ્ધીઓને યાદ કરવામાં નથી આવતી. પરંતુ ભારત આજે પણ નિસાર જેવા બોલરની શોધમાં છે.

ભાગલા બાદ લાહોરમાં જઈને વસી ગયા મોહમ્મદ નિસાર 
ભાગલા પછી મોહમ્મદ નિસાર લાહોર જઈને વસી ગયા. ભારતના નવાબોએ અરજી કરતા પત્રો લખ્યા પરંતુ તે પરત ન ફર્યા. નિસાર પાકિસ્તાનમાં રેલ્વે અધિકારી તરીકેની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ ક્રિકેટની કીટ હમેશાં સાથે જ રાખતા હતા. તેમણું નિધન થયું ત્યારે પણ ક્રિકેટ કીટ તેમની સાથે જ હતી. આ વાત દર્શાવે છે કે નિસાર અને ક્રિકેટ બન્ને જન્મથી લઈને મરણ સુધી સાથે જ રહ્યા.  

સંકળાયેલા મુદ્દાઓ

India first bowler mohammad nissar  મોહમ્મદ નિસાર mohammad nissar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ