બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / India's 6th successful test of QRSAM missile will crush the fleeing enemy in moments

સૈન્ય તાકાત / તેજીથી ભાગી રહેલા દુશ્મનને ક્ષણવારમાં ભોંયભેગા કરી દેશે ભારત, QRSAM મિસાઇલનું છઠ્ઠુ સફળ પરીક્ષણ

Priyakant

Last Updated: 02:16 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આજે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

  • DRDOએ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
  • ઓડિશાના ચાંદીપુરથી ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ પરથી 6 મિસાઇલો છોડવામાં આવી 
  • તેજીથી ભાગી રહેલા દુશ્મનને ક્ષણવારમાં ભોંયભેગા કરી દેશે ભારત 

ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે 8 સપ્ટેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ પરથી છ મિસાઇલો છોડવામાં આવી હતી. મિસાઇલોને ફાયરિંગ કરતી વખતે તે જોવામાં આવ્યું હતું કે, તે ઝડપથી નજીક આવતા લક્ષ્યો પર ચોકસાઈ સાથે હુમલો કરવામાં સક્ષમ છે કે નહીં ? જોકે ટેસ્ટ દરમ્યાન વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. જેમાં દુશ્મનના હવાઈ નિશાને તેજ ઝડપે આવે છે. તેને દૂર કરવા માટે QRSAM શરૂ કરવામાં આવ્યું છે. 

આ સમીક્ષા દરમ્યાન લોન્ગ રેન્જ મીડિયમ એલ્ટિટ્યુડ, શોર્ટ રેન્જ, હાઈ એલ્ટિટ્યુડ મેન્યુવરિંગ ટાર્ગેટ, લો રડાર સિગ્નેચર, ક્રોસિંગ ટાર્ગેટ અને સર્વાઈવલ અને એક પછી એક બે મિસાઈલ ફાયર કરીને લક્ષ્યોને નાબૂદ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દિવસ અને રાત્રિ એમ બંને સ્થિતિમાં હાથ ધરવામાં આવ્યો હતો. ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM) તમામ ધોરણોને પૂર્ણ કરે છે. ચોકસાઇ સાથે લક્ષ્ય પર હુમલો કર્યો. 

મહત્વનું છે કે, આ દરમ્યાન મિસાઈલની વોરહેડ ચેઈનની પણ તપાસ કરવામાં આવી હતી. તમામ પરીક્ષણો પછી, તે પુષ્ટિ કરવામાં આવી હતી કે, ભારતીય QRSAM સિસ્ટમ શ્રેષ્ઠ, ઘાતક, ઝડપી અને સચોટ છે. ડીઆરડીઓએ ફ્લાઇટ ટેસ્ટ દરમ્યાન ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ તપાસ કરી હતી. જેથી જાણી શકાય કે આ તમામ મિસાઈલો અને દુશ્મનના નિશાનને યોગ્ય રીતે ટ્રેક કરી રહ્યાં છે કે નહીં. બધી સિસ્ટમ સારી રીતે કામ કરી રહી હતી.

નોંધનીય છે કે, આ પરીક્ષણો પછી, QRSAM સેનાને સોંપવામાં આવશે. આ મિસાઇલોમાં સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી સીકર્સ છે. આ સિસ્ટમ સિવાય મોબાઈલ લોન્ચર, ઓટોમેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, સર્વેલન્સ અને મલ્ટી-ફંક્શન રડાર છે, આ મિસાઈલ ફાયર કર્યા પછી તમે ભૂલી જાઓ છો. તે તેના લક્ષ્યનો પીછો કરીને મારી નાખે છે. મિસાઈલની આ ક્ષમતાનું આજે આયોજિત પરીક્ષણ દરમિયાન સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતીય સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ 

ભારતીય સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM)ની ટોચ ઉપર  HMX/TNT અથવા પ્રી-ફ્રેગમેન્ટેડ વોરહેડ્સ લગાવી શકાય છે. વોરહેડનું વજન 32 કિલો સુધી હોઇ શકે છે. આ મિસાઈલ 3 થી 30 કિમીની રેન્જ ધરાવે છે. આ મિસાઈલ 3 થી 30 કિમીની રેન્જ ધરાવે છે. તે 98 ફૂટની ઊંચાઈથી 33 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.તેની મહત્તમ ઝડપ મેક 4.7 એટલે કે 5757.70 કિલોમીટર પ્રતિ કલાક છે. તેને છ ટ્યુબ લોંચર ટ્રકમાંથી ફાયર કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ