બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / 21 દિવસમાં જ ટીમ ઈન્ડિયા બની ફરી વિશ્વ ચેમ્પિયન, ફાઈનલમાં નેપાળને હરાવી બની વિશ્વવિજેતા
Last Updated: 02:59 PM, 23 November 2025
ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે કોલંબોમાં નેપાળને હરાવીને પહેલું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. રોમાંચક ફાઇનલમાં ભારતે નેપાળને સાત વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. ચોંકવાનારી વાત એ છે કે ભારત આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી અને બધી મેચ જીતીને ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
ADVERTISEMENT
ભારતે ટોસ જીતીને નેપાળને પહેલા બેટિંગ કરવાની તક આપી. પહેલા બેટિંગ કરતા નેપાળે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા. ભારતે આ ટાર્ગેટને 12.1 ઓવરમાં 47 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો . ભારત તરફથી ખુલા ધારીએ 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા.
🚨 INDIA WON THE WORLD CUP 🚨
— Johns. (@CricCrazyJohns) November 23, 2025
- India Women's team won the World Cup for Blind. 🇮🇳 [Vipul Kashyap] pic.twitter.com/JTnoGlDL9J
ADVERTISEMENT
20 દિવસ પહેલા ભારતીય મહિલા ટીમે નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને મહિલા ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. હવે ત્રણ અઠવાડિયાથી પણ ઓછા સમય પછી ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમ પણ વર્લ્ડ કપ જીતીને બ્લાઇન્ડ ક્રિકેટ માટે નવું ભાગ્ય લખવાનો પ્રયાસ કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જાડેજાએ કેવી રીતે લીધો CSK છોડવાનો નિર્ણય? સ્ટાર ઓલરાઉન્ડરે કર્યો મહત્વપૂર્ણ ખુલાસો
ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું, જ્યારે બીજા સેમિફાઇનલમાં નેપાળે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ADVERTISEMENT
India creates history! 🇮🇳
— Differently Abled Cricket Council of India (@dcciofficial) November 23, 2025
Our women’s blind cricket team defeats Nepal to win the Women’s Blind World Cup title! 🏆
A proud moment celebrating courage, talent and determination. Congratulations, Team India! 🇮🇳💙 @narendramodi @BCCI #INDvsNEP #Final #BlindCricket #TeamIndia pic.twitter.com/riVQZqqxLH
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.