બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Indian government advises not to go to Iran-Israel

ચેતવણી / ભારત સરકારની ઈરાન-ઈઝરાયલ ન જવાની સલાહ, તેમ છતા કોઈ ગયું અને સ્થિતિ બગડે તો...

Priyakant

Last Updated: 01:23 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran-Israel Latest News : ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોએ આગળની સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવી જોઈએ.

Iran-Israel News : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત સહિત પાંચ દેશોએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ પણ સામેલ છે. વિગતો મુજબ આ એડવાઈઝરીમાં તમામ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલ ન જવાની સલાહ આપી છે. શુક્રવારે સાંજે ભારત દ્વારા જાહેર  કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોએ આગળની સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવી જોઈએ.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસોનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ. જોકે હવે એક વાત એવી પણ સામે આવી છે કે, આ એડવાઈઝરી છતાં જો કોઈ નાગરિક ઈરાન કે ઈઝરાયલ જાય અને ત્યાંની સ્થિતિ બગડે તો શું થશે ? 

બંને દેશોની યાત્રા ન કરવાની સલાહ
સૌથી પહેલા તો જણાવી દઈએ કે તમામ દેશોએ પોતાના નાગરિકોને આ બંને દેશોની યાત્રા ન કરવાની સલાહ આપી છે. ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દેશોમાં ન જવા માટે પણ કહ્યું છે. કોઈપણ પ્રકારની મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. આ દેશોની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે જેથી જો ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તો કોઈ દેશવાસીને કોઈ નુકસાન ન થાય કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

વધુ વાંચો: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થશે? એર ઈન્ડિયાએ બદલ્યો રૂટ, ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું કર્યું બંધ

ભારતીયોએ દૂતાવાસનો કરવો પડશે સંપર્ક
એડવાઈઝરી હોવા છતાં જો કોઈ ભારતીય આ દેશોમાં પ્રવાસ કરે છે અને ત્યાં ફસાઈ જાય છે તો ભારત મદદ કરશે. જો કોઈ ભારતીય નાગરિક ઈરાન અથવા ઈઝરાયેલમાં ફસાઈ જાય તો તેણે પહેલા તેની એમ્બેસીનો સંપર્ક કરવો પડશે. એટલા માટે ભારતે ઈરાન અને ઈઝરાયેલમાં પહેલાથી જ રહેતા પોતાના લોકોને ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવા માટે કહ્યું છે. આનાથી ખ્યાલ આવશે કે, ત્યાં કેટલા ભારતીય નાગરિકો છે અને સરકાર પરિસ્થિતિ બગડવાની સ્થિતિમાં તેમને સ્વદેશ પરત લાવવાની રણનીતિ નક્કી કરી શકશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Iran-Israel News iran ઈઝરાયલ ઈરાન ટ્રાવેલ એડવાઈઝરી વિદેશ મંત્રાલય Iran-Israel News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ