બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : આવું થયું હોત તો હાહાકાર મચેત! યુદ્ધમાં પાકિસ્તાને આ ખતરનાક પ્લાન કર્યો હતો, વીડિયો જાહેર
Last Updated: 11:20 AM, 19 May 2025
પહેલગામ હુમલા બાદ 7મેના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરુ થયેલા યુદ્ધમાં પાકિસ્તાને એક ખતરનાક પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. ઈન્ડિયન આર્મીના જણાવ્યાનુસાર, પાકિસ્તાનના ટાર્ગેટ પર અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ હતું, પાકિસ્તાન ગોલ્ડન ટેમ્પલને ઉડાવી મૂકવા ડ્રોઈ મિસાઈલ પણ લોન્ચ કરી રાખી હતી પરંતુ ઈન્ડિયન એરફોર્સે તેને હવામાં જ ઉડાવી દીધી હતી.
ADVERTISEMENT
📍Amritsar — 🇮🇳 Indian Army showcases how Air Defence systems, including the AKASH missile, SHIELDED the Golden Temple and Punjab’s cities from Pakistan’s missile and drone attacks. pic.twitter.com/qD3i2EhDr6
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 19, 2025
ઈન્ડિયન આર્મીએ કેવી રીતે બચાવ્યું ગોલ્ડન ટેમ્પલને?
ADVERTISEMENT
ઈન્ડિયન આર્મીએ આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કરીને ગોલ્ડન ટેમ્પલ પરનો પાકિસ્તાની એટેક નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 8 મેના રોજ વહેલી સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા "મોટા હવાઈ હુમલા"માં સુવર્ણ મંદિર મુખ્ય ટાર્ગેટ હતું. મેજર જનરલ શેષાદ્રીએ જણાવ્યું હતું કે, ગુપ્તચર માહિતીમાં ધાર્મિક સ્થળો પર સંભવિત હુમલાઓની ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે સેનાએ સુવર્ણ મંદિરને એર ડિફેન્સ કવર આપ્યું હતું. સોમવારે સેનાએ એક પ્રદર્શન રજૂ કર્યું હતું જેમાં આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે બચાવ્યા તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including the upgraded L-70 Air Defence Guns, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/acej4SgL3v
— ANI (@ANI) May 19, 2025
ગોલ્ડન ટેમ્પલ પર એટેક અર્થાત દેશમાં હાહાકાર
જો પાકિસ્તાન ગોલ્ડન ટેમ્પલ પર હુમલો કરવામાં સફળ રહ્યું હોત તો દેશમાં હાહાકાર મચ્યો હોત. ગોલ્ડન ટેમ્પલ ખૂબ જાણીતું સ્થળ છે અને સર્વધર્મ સમભાવનું પ્રતિક છે. લાખો લોકો તેના દર્શને આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.