બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / india-raises-issue-on-us-navy-operation-in-lakshwadeep-without-consent

ચિંતા / ભારતીય જળસીમામાં ઘૂસીને આ દેશની નેવીએ કરી ડ્રિલ, સરકારે ચેતવણી આપતા આપ્યો આવો જવાબ

Nirav

Last Updated: 08:51 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સંમતિ / મંજૂરી વગર આવી 'કવાયત' કરવી એ ભારતની દરિયાઇ સુરક્ષા નીતિનું ઉલ્લંઘન છે.

  • ભારતની જળસીમામાં અમેરિકાની નેવીએ કરી ડ્રિલ 
  • કેન્દ્ર સરકારે વ્યક્ત કરી ચિંતા તો કહ્યું મંજૂરી લેવી જરૂરી નથી 
  • અમેરિકા હાલમાં ભારતનું નજીકનું વ્યૂહાત્મક ભાગોદાર છે 

શુક્રવારે ભારતે કહ્યું છે કે યુએસ નૌકાદળના સાતમા કાફલાએ લક્ષદ્વીપમાં ભારતની પરવાનગી લીધા વગર ઓપરેશન ચલાવવાના મામલે યોગ્ય નથી થયું, અને આ મામલે રાજદ્વારી ચેનલો દ્વારા અમેરિકાને ભારતની ચિંતાથી અવગત કરાવી દેવામાં આવ્યા છે. સંમતિ વિના આવી 'કસરતો' કરવી એ ભારતની દરિયાઇ સુરક્ષા નીતિનું ઉલ્લંઘન છે. 

ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી 

મહત્વનું છે કે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકારે મેરીટાઇમ લો અંગે યુએન કન્વેન્શન પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશને પરવાનગી વિના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં ઘૂસવા અને સૈન્ય અભ્યાસ કરવાનો, જેમાંય ખાસ કરીને વિસ્ફોટકો અને શસ્ત્રોનો ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના સાતમા કાફલાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે " 7 એપ્રિલ, 2021 (સ્થાનિક સમય) પર, અમેરિકન જહાજ USS જોન પોલએ લક્ષદ્વીપથી 130 નોટિકલ માઈલ પશ્ચિમમાં ભારતના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનની અંદર નેવિગેશનલ રાઇટ્સ અન ફ્રીડમનો ઉપયોગ કર્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ભારતની પાસેથી પૂર્વમંજૂરી માંગવામાં નથી આવી. ભારતના અનુસાર એકસલુઝિવ ઈકોનોમિક ઝોનની અંદર સૈન્ય અભ્યાસ અને આવાગમન માટે પહેલાથી મંજૂરી લેવી જરૂરી છે, પણ આ આંતરરાષ્ટ્રીય કાયદાઓની રીતે જરૂરી નથી. 

અમેરિકી નેવીના નિવેદનથી બંને દેશોના સંબંધો જોખમાયા 

નિવેદનના અનુસાર કહેવામાં આવ્યું છે કે અમે રૂટિન અને નિયમિત રીતે ફ્રીડમ અને નેવિગેશન્સ ઓપરેશન્સ કરીએ છીએ, અમે ભૂતકાળમાં પણ કરી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતાં રહીશું. FONOPs કોઈ એક દેશની વિશે નથી હોતા અને ના તો કોઈ આનો રાજકીય અર્થ નીકળે છે.

અમેરિકી નૌસેનાની તરફથી કરવામાં આવેલું આ નિવેદન હાલમાં ભારત માટે એક મોટી પરેશાનીનું કારણ બની શકે છે, કેમ કે ભારતના હાલમાં સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાં અમેરિકા સામેલ છે અને બંને પક્ષો ચીનની સમુદ્રી વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ચીન સાગરમાં વિસ્તારવાદની નીતિને સદાય વખોડતા રહ્યા છે. બંને દેશો નેવીની ડ્રિલ પણ કરતાં હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Indian Government US Navy USA ભારત Serious issue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ