ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:10 PM, 30 October 2026
ADVERTISEMENT
પાકિસ્તાનના કરાચી બંદરે 6 ભારતીય ક્રૂ સભ્યો લગભગ 7 મહિનાથી ફસાયેલા છે. અહેવાલો અનુસાર, ઈરાની શિપિંગ કંપની અને કરાચી બંદરના સત્તાવાળાઓ વચ્ચેના વિવાદને કારણે આ જહાજને અટકાવી રાખવામાં આવ્યું છે. ફસાયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની વિનીત કિશોર મિશ્રાનો પણ સમાવેશ થાય છે, જેઓ આ જહાજ પર ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, 17 એપ્રિલ, 2024 થી આ જહાજ કરાચી બંદરે રોકી રાખવામાં આવ્યું છે અને ત્યારથી 6 ભારતીય ક્રૂ સભ્યો ત્યાં ફસાયેલા છે.
ADVERTISEMENT
પરિવારના જણાવ્યા અનુસાર, જહાજ પર વીજળી નથી અને મોબાઈલ નેટવર્ક પણ કામ કરી રહ્યા નથી, જેના કારણે જહાજ પર સવાર લોકોનો સંપર્ક કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. પરિવારે વધુમાં આક્ષેપ કર્યો છે કે તમામ 6 ભારતીયોના પાસપોર્ટ અને 'સીમેન્સ બુક્સ' જે જહાજ પર કામ કરવા માટે જરૂરી દસ્તાવેજો છે, તે જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિનીતનો કરારબદ્ધ રોજગાર સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં, તેને જહાજ પરથી નીચે ઉતરવાની અને ભારત પરત ફરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
10 વર્ષથી મર્ચેન્ટ નેવીમાં કામ કરી રહ્યો છે વિનીત
ADVERTISEMENT
વિનીત લગભગ 10 વર્ષથી મર્ચન્ટ નેવીમાં કામ કરી રહ્યો છે. તેના પરિવારના જણાવ્યા અનુસાર, તેણે 25 ફેબ્રુઆરી, 2026ના રોજ એક ઈરાની કંપનીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ, તે કંપનીના એક જહાજમાં ઓમાનથી રવાના થયો. 17 એપ્રિલે આ જહાજ કરાચી બંદરે પહોંચ્યું. ત્યાં કંપની અને પોર્ટ અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો, જેના પરિણામે જહાજને અટકાવી દેવામાં આવ્યું. પરિવારનો આરોપ છે કે, આ ઘટના બાદ જહાજનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો અને ભારતીય ક્રૂ સભ્યોના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા.
પત્ની, બે બાળકો અને રિટાયર્ડ ફૌજી પિતાની રાહ
ADVERTISEMENT
વિનીતની પત્ની નેહા મિશ્રા અને તેમના પિતા લલિત કિશોર મિશ્રા જેઓ નિવૃત્ત આર્મી અધિકારી છે, તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. વિનીતને બે નાના બાળકો પણ છે, જેઓ તેમના પિતાના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરિવાર જણાવે છે કે નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે તેઓ વિનીત સાથે દરરોજ વાત કરી શકતા નથી; ઘણીવાર તેઓ એક સમયે માત્ર થોડી મિનિટો માટે જ વાત કરી શકે છે. આ સ્થિતિને કારણે પરિવાર તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે છે.
પરિવારે સરકાર પાસે માંગી મદદ
ADVERTISEMENT
વિનીતની પત્ની અને પરિવારે પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારી મિશનનો સંપર્ક કર્યો છે. તેમણે તમામ 6 ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે મદદ માંગી છે. પરિવારના જણાવ્યા અનુસાર, ભારતીય દૂતાવાસને પત્ર લખ્યા બાદ તેમને મદદની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
આ પણ વાંચોઃ માનો કે સરકાર ના બની, છતાંય આવતા વર્ષ સુધી નેતન્યાહૂ PM રહી શકે! એ કેવી રીતે?
ADVERTISEMENT
પરિવારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક દરમિયાનગીરી કરવા માટે અપીલ કરી છે. તેમણે સ્થાનિક ધારાસભ્ય (MLA) અને સાંસદ (MP) પાસે પણ મદદ માંગી છે. પરિવારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કંપની અને પોર્ટ અધિકારીઓ વચ્ચેના વિવાદને કારણે છ ભારતીયોએ શા માટે ભોગવવું પડે? તેમને ભારત પાછા ફરવાની પરવાનગી ક્યારે મળશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો