બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / India gets one more foreign cricketer's son-in-law, Glenn Maxwell will marry the girl, Tamil Kankotri goes viral

ક્રિકેટ / ભારતને મળ્યો વધુ એક વિદેશી ક્રિકેટર જમાઈ, ગ્લેન મેક્સવેલ આ છોકરી સાથે કરશે લગ્ન, તમિલ કંકોત્રી વાયરલ

Hiralal

Last Updated: 06:22 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મૂળ તમિલનાડુની અને હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતી વિની રમન સાથે 27 માર્ચ લગ્ન કરવાનો છે.

  • ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કરશે તમિલનાડુની વિની રમન સાથે લગ્ન
  • તમિલમાં લખાયેલી લગ્નની કંકોત્રી વાયરલ
  • ભારતીય મૂળની યુવતી વિની રમન હાલમાં મેલબોર્નમાં રહે છે
  • 27 માર્ચે મેલબોર્નમાં પરંપરાગત તમિલ વિધિમાં કરશે લગ્ન 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ 27 માર્ચે ભારતીય મૂળની યુવતી વિની રમન સાથે લગ્ન કરવાનો છે. વિની રમન મૂળ તમિલનાડુની છે અને તમિલ ભાષામાં લખાયેલી તેમના લગ્નની કંકોત્રી વાયરલ થઈ છે. મેક્સવેલ અને વિન્ની વર્ષ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી હતી. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને 27 માર્ચે મેલબોર્નમાં પરંપરાગત તમિલ વિધિમાં લગ્ન કરશે.

તમિલ શૈલીમાં કરશે લગ્ન 

મીડિયા રિપોર્ટ અનુસાર, મેક્સવેલ અને વિનીના લગ્ન પરંપરાગત તમિલ બ્રાહ્મણ શૈલીમાં થશથે અને લગ્નમાં ઘણા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને આંતરરાષ્ટ્રી મહેમાનો સામેલ થશે. 

કોણ છે વિની રમન 

ભારતીય મૂળની વિની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહે છે. તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. વિની રમણના પરિવારના મૂળ ચેન્નઈમાં છે, પરંતુ તેમનો જન્મ અને ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો જ્યાં તેમણે ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો.વિન્ની રમણના પિતા વેંકટ રમણ અને માતા વિજયલક્ષ્મી રમણ તેના જન્મ પહેલા ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ