બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / India dominates ICC Awards Kohli to Surya wins titles Pakistan clear

ક્રિકેટ / ICC ઍવોર્ડ્સમાં ભારતનો દબદબો: કોહલીથી લઈને સૂર્યાએ જીત્યા ખિતાબ, પાકિસ્તાનના સૂપડાં સાફ

Pravin Joshi

Last Updated: 04:56 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC દ્વારા વર્ષ 2023 માટે પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો હતો. ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા.

  • ICC દ્વારા વર્ષ 2023 માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી 
  • ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ એવોર્ડ જીતવામાં સફળ રહ્યા 
  • વિરાટ કોહલીને મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો
  • રોહિત શર્માને ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો 

ICC પુરસ્કારો 2023: વર્ષ 2023 માટેના પુરસ્કારોની જાહેરાત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે ચૂંટાયા હતા. ઇંગ્લિશ ક્રિકેટર નેટ-સાયવર બ્રન્ટે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો. જ્યારે ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. કોહલી મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે, જ્યારે સૂર્યા મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. આઈસીસીએ વર્ષ 2023 માટે સૂર્યાની ટી-20 ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી કરી હતી, જ્યારે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનો સફાયો 

ખાસ વાત એ છે કે ICC એવોર્ડ્સ 2023માંથી પાકિસ્તાનનો સફાયો થઈ ગયો છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી (પુરુષ અને મહિલા બંને) એવોર્ડ જીતી શક્યો નથી. આ ઉપરાંત, કોઈપણ પાકિસ્તાની ખેલાડીને ICCની ટેસ્ટ, ODI કે T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ખાસ વાત એ છે કે યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ ICC મેન્સ T20I ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.

ICC પુરસ્કારો 2023 ની સંપૂર્ણ યાદી

1. મહિલા ક્રિકેટર ઓફ ધ યર (રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી): નેટ સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)
2. મહિલા ટી20 ક્રિકેટર ઓફ ધ યર: હેલી મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ)
3. મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર: ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા)
4. ઉભરતી મહિલા ક્રિકેટર ઓફ ધ યર: ફોબો લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા)
5. મહિલા સહયોગી ક્રિકેટર ઓફ ધ યર: ક્વિન્ટર એબેલ (કેન્યા)
6. મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર: વિરાટ કોહલી (ભારત)
7. મેન્સ ક્રિકેટર ઓફ ધ યર (સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી): પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)
8. મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા)
9. મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર: સૂર્યકુમાર યાદવ (ભારત)
10. ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર: રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ)
11. મેન્સ એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર: બાસ ડી લીડે (નેધરલેન્ડ)
12.આઈસીસી અમ્પાયર ઓફ ધ યર: રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)
13. ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ: ઝિમ્બાબ્વે

ICC પુરુષોની T20I ટીમ 2023

ફિલ સોલ્ટ, યશસ્વી જયસ્વાલ, નિકોલસ પૂરન (wk), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), માર્ક ચેપમેન, સિકંદર રઝા, અલ્પેશ રામાજાની, માર્ક અદાયર, રવિ બિશ્નોઈ, રિચર્ડ નાગરવા.

360 સૂર્યકુમારને મળ્યું ધમાકેદાર પ્રદર્શનનું ઈનામ, સતત બીજી વખત આ સિદ્ધિ  કરી હાંસલ, ચાહકો ખુશખુશાલ / ICC T20 Cricketer of the Year Suryakumar Yadav  rewarded for his ...

ICC મેન્સ ટેસ્ટ ટીમ 2023

ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), આર. અશ્વિન, મિશેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

ICC મેન્સ ODI ટીમ 2023

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, હેનરિક ક્લાસેન (wk), માર્કો જાન્સેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

વિરાટ કોહલી વર્લ્ડકપમાં ફટકારશે 50મી સદી, તોડશે સચિનનો રેકોર્ડ, પૂર્વ  કેપ્ટનની મોટી ભવિષ્યવાણી | Virat Kohli will hit 50th century in World Cup,  break Sachin's record, big ...

ICC મહિલા ODI ટીમ 2023

ફોબી લિચફિલ્ડ, ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), એલિસા પેરી, એમેલિયા કેર, બેથ મૂની (wk), નેટ સાયવર-બ્રન્ટ, એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, નાદીન ડી ક્લાર્ક, લી તાહુહુ, નાહિદા અખ્તર.

ICC મહિલા T20I ટીમ 2023

ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), બેથ મૂની (wk), લૌરા વોલ્વાર્ડ, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, એલિસા પેરી, એશ્લે ગાર્ડનર, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, મેગન શૂટ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ