બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / india china to hold 19th round of corps commander talks on august

India-China Standoff / લદ્દાખ મુદ્દે ભારત અને ચીન વચ્ચે ફરી થશે ચર્ચા: 15 ઓગસ્ટ પહેલા થશે કમાન્ડર લેવલ અધિકારીઓની મીટિંગ

Malay

Last Updated: 10:55 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-China Standoff : ભારત-ચીનના કમાન્ડર સ્તરના અધિકારીઓની 14 ઓગસ્ટે યોજાશે બેઠક, લદ્દાખ મડાગાંઠ પર થશે 19મા રાઉન્ડની વાતચીત.

  • ભારત અને ચીન વચ્ચે મે 2020થી ચાલી રહી છે મડાગાંઠ
  • 14મી ઓગસ્ટે 19મા રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત થશે
  • આ મુદ્દાઓ પર બંને દેશના પ્રતિનિધિઓ કરશે ચર્ચા

ભારત-ચીન સ્ટેન્ડઓફ: ભારત અને ચીનની વચ્ચે 14 ઓગસ્ટ (સોમવાર)ના રોજ 19મા રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત થશે. આ દરમિયાન બંને દેશોના સૈન્ય અધિકારીઓ લદ્દાખને અડીને આવેલી પૂર્વ સરહદ પર ચાલી રહેલી મડાગાંઠને ખતમ કરવાની દિશામાં ચર્ચા કરશે. મહત્વનું છે કે, આ પહેલા બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીતના 18 રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે

LAC : ચીન સાથે જોડાયેલ આ બોર્ડરની રક્ષા કરશે માઉન્ટેન સ્ટ્રાઈક કોરની સાથે  વધુ 10 હજાર જવાન | ten thousand more soldiers will monitor the border with  china
ફાઈલ ફોટો

સીમા વિવાદને લઈને ભારત અને ચીનની બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં 3 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા મડાગાંઠને લઈને ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા છે, પરંતુ હજુ સુધી કેટલાક મુદ્દાઓ પર કોઈ અર્થપૂર્ણ ઉકેલ મળ્યો નથી. ત્યારે આવતીકાલે એટલે કે 14મી ઓગસ્ટે 19મો રાઉન્ડ યોજાવા જઈ રહ્યો છે. ભારત અને ચીન વચ્ચેની આ બેઠક પૂર્વી લદ્દાખના ચુશુલ-મોલ્ડોમાં યોજાય તેવી સંભાવના છે.

ભારત તરફથી કોણ કરશે નેતૃત્વ?
બંને દેશોની વચ્ચે વાતચીત એવા સમયે થઈ રહી છે, જ્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સૈન્ય ગતિવિધિઓ વધી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, 14 ઓગસ્ટે ચીની સેનાના પ્રતિનિઓધિઓ સાથે વાતચીત કરવા માટે ભારતીય પક્ષનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી કરશે. વિદેશ મંત્રાલય અને ITBPના અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષા છે. બંને પક્ષો DBO અને CNN જંકશનને લગતા મુદ્દાઓની સાથે જ અન્ય બાબતો પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારત પૂર્વી લદ્દાખના મોરચેથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ દબાણ કરશે.

LAC પર તણાવને લઇને ભારત-ચીનની વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત પૂર્ણ, મોલ્ડોમાં  યોજાઇ બેઠક | india china meeting updates lac ladakh stand off military
ફાઈલ ફોટો

4 મહિના બાદ યોજાઈ રહી છે બેઠક
ચાર મહિના પછી બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ રહી છે. આ પહેલા આ વર્ષે એપ્રિલમાં બંને પક્ષો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. મે 2020માં ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિને બદલવાનો આક્રમક પ્રયાસ કર્યો ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ