બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India also increased security amid the Israel-Hamas war, this powerful technique will be adopted to keep a close eye on the border.

પૂર્વ તૈયારી / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે ભારતે પણ સુરક્ષા વધારી, હવે બોર્ડર પર ચાંપતી નજર રાખવા અપનાવાશે આ જોરદાર ટેક્નિક

Megha

Last Updated: 08:54 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલ પર હુમલામાં હમાસે સરહદ પાર કરવા માટે પેરા ગ્લાઈડરનો ઉપયોગ કર્યો હતો અને સરહદ પર આવા હુમલાથી ભારતની ચિંતા પણ વધી ગઈ છે.

  • ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ થયા 
  • ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે ભારતે પણ સુરક્ષા વધારી
  • ભારત બોર્ડર પર ચાંપતી નજર રાખવા અપનાવાશે આ જોરદાર ટેક્નિક

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને અ ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત જણાતો નથી. ઈઝરાયલ સતત કહી રહ્યું છે કે તે ગાઝામાં પ્રવેશ કરશે અને તેના લોકોને લાવશે. જ્યારે તેની એરફોર્સ ગાઝા પર બોમ્બમારો કરી રહી છે, ત્યારે સેના ગાઝા બોર્ડર પર ટેન્ક સાથે તૈયાર છે. 

Tag | VTV Gujarati

ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે ભારતે પણ સુરક્ષા વધારી
આ બધા વચ્ચે એક વાત નોંધનીય છે કે ઇઝરાયલ પર હુમલામાં હમાસે સરહદ પાર કરવા માટે પેરા ગ્લાઈડરનો ઉપયોગ કર્યો હતો અને આ હુમલાથી સરહદ પર ભારતની ચિંતા પણ વધી ગઈ છે. હવે વાત એમ છે કે કેન્દ્રીય સંરક્ષણ એજન્સીઓ ભવિષ્યમાં આવી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘણા તકનીકી પાસાઓ પર કામ કરી રહી છે, જેમાં શું ડ્રોન તેમને આવા હુમલાઓથી બચાવી શકશે કે નહીં? એ વિશે જાણવામાં આવી રહ્યું છે. 

બોર્ડર પર ચાંપતી નજર રાખવા અપનાવાશે આ જોરદાર ટેક્નિક
ઇઝરાયેલ અને હમાસ જેવી પરિસ્થિતિ ભારતમાં ઉભી ન થાય એ માટે ભારતીય સુરક્ષા અધિકારીઓ ડ્રોન ટેક્નોલોજીની મદદથી સરહદના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માંગે છે. એ વાત તો નોંધનીય જ છે કે ભારત તેની સરહદ ઘણા દેશો સાથે વહેંચે છે, સરહદના વિવિધ ક્ષેત્રોમાં અલગ-અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ છે જેને ધ્યાનમાં લેવી પડશે. આવી સ્થિતિમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી દુર્ગમ વિસ્તારો પર તકેદારી રાખવાની વાત ચાલી રહી છે. 

Topic | VTV Gujarati

આ સ્થળો પર ડ્રોન સર્વેલન્સ તૈનાત કરવા માંગે છે ભારત 
ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાનની સરહદ પર આ ડ્રોન ટેક્નોલોજીની મદદથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી ચીન સાથે તો ઘણા વર્ષોથી પાકિસ્તાન સાથે સહરદ પર તણાવ જોવા મળતો રહ્યો છે. એવામાં સેના પહેલા આ સ્થળો પર ડ્રોન સર્વેલન્સ તૈનાત કરવા માંગે છે. 

મહત્વનું છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના સંરક્ષણ અધિકારીઓ ગયા અઠવાડિયે ડ્રોનના ઘણા સ્થાનિક વિક્રેતાઓને મળ્યા હતા અને આગામી દિવસોમાં ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ