બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Pak Asia Cup 2022: When and where to watch the match, who is in the team

Asia Cup 2022 / ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં આજે 'મહાયુદ્ધ', જાણો ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકો છો મેચ

Megha

Last Updated: 09:00 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકો ઉત્સુકતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. એવામાં આ મેચ ક્યાં અને ક્યારે શરૂ થશે તેના વિશે અમે તમને જણાવશું

  • ભારત પાકિસ્તાનનો મેચ શરૂ થવામાં હવે થોડી કલાકો જ બાકી
  • ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકો છો મેચ
  • રોહિતની કેપ્ટનશીપમાં ટીમ અલગ રીતે રમશે 

એશિયા કપનો ભારત પાકિસ્તાનનો મેચ શરૂ થવામાં હવે થોડી કલાકો જ બાકી છે. ભારતીય ટીમ રવિવારે તેનો પહેલો મેચ પાકિસ્તાન સામે રમશે. બંને ટીમ એ મેચને લઈને ખૂબ તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ પૂરી મહેનત સાથે જીતવા માટે તૈયારી રહી રહ્યા છે. રોહિતની કપ્તાનીમાં ભારતે 2018માં એશિયા કપ જીત્યો હતો. હવે ફરી એકવાર તે ટીમને ચેમ્પિયન બનાવવાના ઈરાદા સાથે મેદાન પર આજે ઉતરશે.

એવામાં દરેક લોકો ઉત્સુકતાથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમના ખેલાડીઓ પણ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એવામાં આ મેચ ક્યાં અને કઈ રીતે જોવો તેના વિશે અમે તમને આજ માહિતી આપશુ. 

ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકો છો મેચ 
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોટસ્ટાર એપ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. ભારત Vs પાકિસ્તાન મેચ ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જેમની પાસે હોટસ્ટાર એપ અથવા સ્ટાર સ્પોર્ટ્સનું સબ્સ્ક્રિપ્શન નથી તેઓ ટીવી પર ફ્રી આવતી ચેનલ ડીડી સ્પોર્ટ્સ પર ભારત Vs પાકિસ્તાન મેચ મફતમાં જોઈ શકે છે.

રોહિતની કેપ્ટનશીપમાં ટીમ અલગ રીતે રમશે 
જ્યારથી રોહિત શર્માના કેપ્ટન બન્યા છે ત્યાર થી જ ભારતીય ટીમે T20 ક્રિકેટમાં તેની રમવાની રીત બદલી નાખી છે. હવે બેટ્સમેનો પ્રથમ બોલથી જ અટેક કરીને રમે છે. કોઈપણ ખેલાડી પીચ પર સેટ થવાનો પ્રયાસ કરતો નથી. અને આમ કરવાથી ટીમ ઈન્ડિયા એ ઘણી જીત પણ મેળવી છે. એશિયા કપમાં ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો સાથે મેચ રમશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે એશિયા કપમાં ભારત લગાતાર જીતતી આવી છે આ એશિયા કપ પણ જીતશે એવી ચાહકો આશા લગાવીને બેઠા છે. 

એશિયા કપ માટેની ટીમ ઈન્ડિયા - 
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ , રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન

એશિયા કપ 2022 માટે ટીમ પાકિસ્તા-
બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર ., નસીમ શાહ, શાહનવાઝ ધની, ઉસ્માન કાદિર અને મોહમ્મદ હસનૈન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ