બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / બિયોન્ડ વીડિયોઝ / ind vs eng watch jonny bairstow stunned after ravindra jadeja cleans him

VIDEO / જાડેજાની બોલિંગ જોઈ ચોંક્યો બેરિસ્ટો... આઉટ થયા બાદ જોતો રહી ગયો મોઢું, વિડીયો વાયરલ

Manisha Jogi

Last Updated: 12:47 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનસ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. જોની બેરિસ્ટો બીજી ઈનિંગમાં ક્લીન બોલ્ડ થઈ ગયા હતા.

  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચ
  • જોની બેરિસ્ટો બીજી ઈનિંગમાં ક્લીન બોલ્ડ
  • આઉટ થયા બાદ બેરિસ્ટો જોતો રહી ગયો મોઢું

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનસ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોની બેરિસ્ટો બીજી ઈનિંગમાં ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. રવિન્દ્ર જાડેજા સામેની પહેલી ઈનિંગમાં તેમણે સારા રન કર્યા હતા, પરંતુ બીજી ઈનિંગમાં કંઈ ખાસ રન કરી શક્યા નહોતા. 

રવિન્દ્ર જાડેજાએ જે રીતે જોની બેરિસ્ટોને આઉટ કર્યા તે જોઈને જોની બેરિસ્ટો ખુદ હેરાન રહી ગયા હતા. બોલ સ્ટમ્પને કેવી રીતે અડી ગયો તે વિશે વિચારમાં પડી ગયા હતા. જોની બેરિસ્ટો આઉટ થયા પછી ક્રીઝ થોડા સમય સુધી સ્ટમ્પને જોઈ રહ્યા હતા. 

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 28મી ઓવરમાં જોની બેરિસ્ટોએ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ બીજા બોલમાં જોની બેરિસ્ટોને ક્લીન બોલ્ડ કરી દીધા હતા. બોલ ઓફ સ્ટમ્પથી ટર્ન થઈને બહાર જતો રહ્યો હતો અને જોની બેરિસ્ટો આ બોલ અડી શક્યા નહોતા. રવિન્દ્ર જાડેજાએ સ્ટમ્પને લાઈવમાં રાખ્યો અને બેરિસ્ટોએ આ બોલ છોડવાનો નિર્ણય કર્યો. બોલ સ્ટમ્પને અડી ગયો અને જોની બેરિસ્ટો આઉટ થઈ ગયો. આઉટ થયા પછી પણ જોની બેરિસ્ટો વિશ્વાસ કરી શક્યા નહોતા કે તેઓ આઉટ થઈ ગયા છે. 

જોની બેરિસ્ટો આઉટ
જોની બેરિસ્ટો થોડા સમય સુધી ક્રીઝ પર બોલની લાઈનને જોઈ રહ્યા હતા. ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરિસ્ટોએ 24 બોલમાં માત્ર 10 રન કર્યા હતા, જેમાં એક ચોગ્ગો શામેલ છે. પહેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં જોની બેરિસ્ટો ફ્લોપ સાબિત થયા હતા. 

વધુ વાંચો: IPL નજીક આવતાં જ એકદમ ફિટ થઈ ગયો હાર્દિક પંડ્યા, વીડિયો થયો વાયરલ, ફેન્સ ખુશ

જોની બેરિસ્ટોએ 77 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 316 રન કર્યા છે. ત્રીજા દિવસે ઓલી પોપ 148 રન અને રેહાન 16 રન કરીને રમી રહ્યા છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત કરતા 126 રનથી આગળ છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત ઈંગ્લેન્ડ કરતા આગળ નીકળવાની કોશિશ કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ