બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: India will go down to win the fourth consecutive series in England, all eyes on Virat Kohli, this may be playing-11

IND vs ENG: / ઈંગ્લેન્ડ સામે સતત ચોથી ટી-20 સીરિઝ જીતવા ઉતરશે ટીમ ઈન્ડિયા, આઉટ ઓફ ફોર્મ કોહલી માટે વર્લ્ડકપ અગાઉ અગ્નિપરીક્ષા

Megha

Last Updated: 10:45 AM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમની રોટેશન નીતિ અનુસાર કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને થોડા સમયે આરામ આપવામાં આવે છે અને એમની જગ્યા પર યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવે છે

  • હાલ ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે
  • આજે 9 જુલાઈના બર્મીઘમમાં રમાશે બીજી મેચ
  • કોહલી એ છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી મહિનામાં રમી હતી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચ રમાશે અને આ સીરીઝની બીજી મેચ આજે એટલે કે 9 જુલાઈના બર્મીઘમમાં રમાવવા જઈ રહી છે. હાલ ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત આજે અ મેચ જીતી લેશે તો તે ઇંગ્લેન્ડમાં એકધારી ચોથી ટી20 સીરીઝમાં જીત મેળવનાર ટીમ બની જશે. એ પહેલા વર્ષ 2021માં એમને 3-2, 2018માં 2-1 અને 2017 માં 2-1થી આ સીરીઝમાં જીત મેળવી હતી. 

આ મેચ દ્વારા પાંચ મહિના પછી  ટી20માં પરત ફરતા ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પર સારા રન બનાવવાનું અને ખુદને ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં રમતું રહેવા માટે ટકી રહેવાનો ઘણો દબાવ છે. કોહલી એ છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી મહિનામાં રમી હતી. ઓકટોબર-નવેમ્બરમાં ટી-20 વિશ્વ કપમાં ખરાબ પ્રદશન પછી એમને ફક્ત બે ટી-20 મેચ રમી છે અને આઈપીએલમાં ટી-20 મેચ રમી છે, જો કે તેમ પણ કોહલી સારું પ્રદશન નહતા કરી શક્યા. 
 
ટીમની રોટેશન નીતિ અનુસાર કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને થોડા સમયે આરામ આપવામાં આવે છે અને એમની જગ્યા પર યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવે છે. આ વખતે દિપક હુડ્ડાને મોકો આપવામાં આવ્યો હતો અને એમને પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડ સામે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. હાલ એને ટીમ ઈન્ડિયામાંથી ફરી બહાર નહીં કરવામાં આવે એવું લોકો વિચારી રહ્યા છે. જો એવું થશે તો ઈશાન કિશન આ મેચમાંથી બહાર થઈ શકે છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હૈરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિંસન, જેસન રોય, ડેવિડ વિલી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ