ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG first such defeat in the history of Indian Test cricket, creating an embarrassing record

IND vs ENG / ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર આવી હાર જોવા મળી, સર્જાયો શરમજનક રેકોર્ડ

Published By: Megha

Last Updated: 11:14 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ 28 રનથી હારી ગઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા. ચાલો તેમના પર એક નજર કરીએ.

ADVERTISEMENT

  • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ 28 રનથી હારી ગઈ હતી. 
  • ભારતીય ટીમે આ મેચમાં ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવી હતી અને પહેલી ટેસ્ટ મેચ તેના નામે કરી લીધી હતી. ભારતીય ટીમે આ મેચમાં ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા. ચાલો તેમના પર એક નજર કરીએ.

રિવર્સ સ્વીપના કારણે ઈંગ્લેન્ડે સ્પિનરો સામે 72 રન બનાવ્યા હતા
હૈદરાબાદમાં ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડે રિવર્સ સ્વીપ કરીને 72 રન બનાવ્યા હતા. 2015 પછી કોઈપણ ટીમ દ્વારા સ્પિનરો સામે ટેસ્ટમાં રિવર્સ સ્વીપનો ઉપયોગ કરીને આ સૌથી વધુ રન છે.

અશ્વિન-જાડેજાએ એક ટેસ્ટમાં 413 રન આપ્યા હતા
હૈદરાબાદ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ મળીને કુલ 413 રન આપ્યા હતા. બંનેએ એકસાથે રમેલી 50 ટેસ્ટમાં આ બીજી વખત છે જ્યારે આટલા રન બનાવ્યા છે. આ પહેલા 2017માં બંનેએ મળીને શ્રીલંકા સામે 437 રન આપ્યા હતા.

ભારતમાં બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
હૈદરાબાદ ટેસ્ટમાં ભારત સામે બીજી ઇનિંગમાં ઓલી પોપે 196 રન બનાવ્યા છે. ભારતમાં ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ ભૂતપૂર્વ ઈંગ્લિશ બેટ્સમેન એલિસ્ટર કૂકના નામે હતો જેણે 2012માં અમદાવાદમાં 176 રન બનાવ્યા હતા.

હાર્ટલી ટેસ્ટ ડેબ્યૂમાં ચોથી ઇનિંગમાં 7 વિકેટ લેનારો 7મો બોલર બન્યો 
ટોમ હાર્ટલી સહિત, ટેસ્ટ ડેબ્યૂ પર 7 બોલરોએ ચોથી ઇનિંગમાં 7 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ટેસ્ટ ડેબ્યૂ પર ઈંગ્લેન્ડ માટે બીજો શ્રેષ્ઠ આંકડો
ટોમ હાર્ટલીએ બીજા દાવમાં 62 રનમાં 7 વિકેટ લીધી હતી. ટેસ્ટ ડેબ્યૂ પર ઈંગ્લેન્ડ માટે આ બીજો સર્વશ્રેષ્ઠ બોલિંગ આંકડો છે. આ પહેલા 1933માં જેમ્સ લોન્ગ્રીજે વેસ્ટ ઈન્ડિઝ સામે 56 રન આપીને 7 વિકેટ લીધી હતી.

ટોમ હાર્ટલી ટેસ્ટ ડેબ્યૂમાં 7 વિકેટ લેનારો ઈંગ્લેન્ડનો છઠ્ઠો બોલર બન્યો
ઈંગ્લેન્ડના ટોમ હાર્ટલીએ બીજી ઈનિંગમાં ભારત સામે 7 વિકેટ ઝડપી હતી. તે ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં 7 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે.

ટેસ્ટમાં રનના સંદર્ભમાં ભારતની ચોથી નજીકની હાર
હૈદરાબાદમાં ઈંગ્લેન્ડે ભારતને માત્ર 28 રનથી હરાવ્યું. રનની દૃષ્ટિએ ભારતની આ ચોથી નજીકની હાર છે. 1999માં ભારત પાકિસ્તાન સામે માત્ર 12 રનથી ટેસ્ટ હારી ગયું હતું.

ભારતમાં ટીમ ઈન્ડિયા સામે સૌથી વધુ ટેસ્ટ જીત
ઈંગ્લેન્ડ ભારત સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. તેણે ભારતમાં 15 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 14 ટેસ્ટ જીતી છે.

વધુ વાંચો: IND vs ENG: હાર બાદ પણ રાહુલ દ્રવિડે આ ખેલાડીની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું 'તેઓ વાસ્તવમાં કરે છે આકરી મહેનત'

100થી વધુ રનની લીડ લીધા બાદ ટેસ્ટ મેચ હારી
100 થી વધુ ટેસ્ટ મેચો લીધા બાદ પણ ભારત ઈંગ્લેન્ડ સામે મેચ હારી ગયું. આ પહેલા પણ બે વખત આવી ઘટના બની છે. 2015માં શ્રીલંકા સામે (192 રનની લીડ) અને 2022માં ઈંગ્લેન્ડ સામે (132 રનની લીડ).

છેલ્લા 12 વર્ષમાં ઈંગ્લેન્ડે એશિયામાં જેટલી ટેસ્ટ શ્રેણી રમી છે તેની પ્રથમ મેચ હારી ન હતી. છેલ્લી વખત ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 2012માં હારી ગયું હતું. તે મેચમાં ભારતે અમદાવાદમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

IND vs ENG Series Ind vs Eng Test Team India Unwanted Records ind vs eng ભારત ઈંગ્લેન્ડ મેચ Ind vs Eng

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ