બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Even after the loss, Rahul Dravid praise this player says He actually works hard

સ્પોર્ટ્સ / IND vs ENG: હાર બાદ પણ રાહુલ દ્રવિડે આ ખેલાડીની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું 'તેઓ વાસ્તવમાં કરે છે આકરી મહેનત'

Published By: Megha

Last Updated: 08:20 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા પહેલી ટેસ્ટ મેચ 28 રનથી હારી ગઈ. રાહુલ દ્રવિડે કહ્યું કે હું આ હારનું મૂલ્યાંકન કરતી વખતે વધુ કડક બનવા માંગતો નથી. સાથે જ ઇંગ્લેન્ડના એક ખેલાડીના વખાણ પણ કર્યા.

  • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ 28 રનથી હારી ગઈ હતી. 
  • રાહુલ દ્રવિડ: હું હારનું મૂલ્યાંકન કરતી વખતે વધુ કડક બનવા માંગતો નથી. 
  • ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે ભારતીય ટીમ સામે શાનદાર ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ 28 રનથી હારી ગઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રણ પર ઓલઆઉટ થઈ ગઈ હતી.  ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજી ઈનિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે એક મોટી વાત કહી છે, સાથે જ ઈંગ્લેન્ડ ટીમના એક ખેલાડીના વખાણ પણ કર્યા છે.

હું હારનું મૂલ્યાંકન કરતી વખતે વધુ કડક બનવા માંગતો નથી 
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે મેચ બાદ કહ્યું કે 'હું તેનું મૂલ્યાંકન કરતી વખતે વધુ કડક બનવા માંગતો નથી પરંતુ તે એક પડકારજનક વિકેટ હતી અને અમારા કેટલાક યુવા બેટ્સમેન માટે તેની સાથે એડજસ્ટ થવું થોડું પડકારજનક હતું. પરંતુ તેની પાસે આવડત છે. તે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા બાદ અહીં આવ્યો છે. તેમની યોગ્યતાના આધારે તેમની પસંદગી કરવામાં આવી છે. કેટલીકવાર લોકોને સ્થાયી થવામાં સમય લાગે છે. તેઓ ખરેખર સખત મહેનત કરી રહ્યા છે. તે ફક્ત તેમની કુશળતામાં સતત સુધારો અને વિકાસ કરવાનો પ્રશ્ન છે જે તેમને આવી પરિસ્થિતિઓ સાથે થોડી વધુ સારી રીતે વ્યવહાર કરવામાં મદદ કરશે.'

ઈંગ્લેન્ડના આ ખેલાડીના કર્યા વખાણ 
ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન ઓલી પોપે ભારતીય ટીમ સામે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 196 રન બનાવ્યા હતા. તેના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે ઓલી પોપના વખાણ કર્યા હતા. દ્રવિડે કહ્યું કે અમારે તેના બેઝબોલને સમજવું પડશે અને ટક્કર આપવી પડશે. મેં ચોક્કસપણે તે સ્તરના બોલરો સામે લાંબા સમય સુધી સ્વીપ, રિવર્સ સ્વીપ રમતા જોયા નથી. અમે ખેલાડીઓને પહેલા પણ આ પ્રકારના પ્રયત્નો કરતા અને કેટલીક શાનદાર ઇનિંગ્સ રમતા જોયા છે પરંતુ સ્પિનરોને આટલી સારી રીતે અને આટલી ઓછી ભૂલો સાથે રમવામાં સક્ષમ બનવું એ મેં કદાચ જોયું નથી. પોપને સલામ છે.

વધુ વાંચો: પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ઐતિહાસિક જીત, આ ખેલાડીએ તોડ્યો ભારતનો ઘમંડ, 7 વિકેટ ઝડપી ગયો

કેવો રહ્યો મેચ 
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 436 રન બનાવ્યા અને 190 રનની લીડ લીધી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું અને 420 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર સાથે ભારતીય ટીમ સીરિઝમાં 0-1થી પાછળ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coach rahul dravid IND vs ENG Series Ind vs Eng test match Indian Team Coach Rahul Dravid ind vs eng કોચ રાહુલ દ્રવિડ રાહુલ દ્રવિડ Ind vs Eng

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ