બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / ind vs aus 2019 revenge completed for ms dhoni now india ready to get 2003 world cup revenge in wc 2023 final

ODI World Cup 2023 / ભારત માટે બદલાપુર બન્યું વર્લ્ડ કપ: 2019નો બદલો પૂરો, હવે 2003નો હિસાબ બરાબર કરવાનો મોકો

Manisha Jogi

Last Updated: 03:45 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2003ના વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમો ફરી એકવાર આમને-સામને હશે. ભારત 2003ના વર્લ્ડ કપની હારનો બદલો લઈ શકશે કે નહીં તે રવિવારે જોવાનું રહેશે.

  • ભારત માટે બદલાપુર બન્યું વર્લ્ડકપ
  • વર્લ્ડ કપ 2003માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની થઈ હતી હાર
  • ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સાથે થશે

ભારતે ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને તેનો 2019નો હિસાબ ચૂકતે કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને 8મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સાથે થશે. 2003ના વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમો ફરી એકવાર આમને-સામને હશે. ભારત 2003ના વર્લ્ડ કપની હારનો બદલો લઈ શકશે કે નહીં તે રવિવારે જોવાનું રહેશે. 

ઓસ્ટ્રેલિયા છેલ્લી 18 મેચમાંથી 15માં સાઉથ આફ્રિકા સામે હારી ગયું હતું, પરંતુ સેમિફાઈનલ મેચમાં કાંગારૂ ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે.

ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને 2019નો બદલો લીધો
ODI વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને-સામને હતા. મહેન્દ્રસિંહ ધોની રનઆઉટ થયા પછી ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ રિઝર્વ ડે ના રોજ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને 239 રન કર્યા હતા. ભારતનો સ્કોર 6 વિકેટે માત્ર 92 રન જ હતો અને ધોની આઉટ થયા પછી ભારતીય ટીમ હારી ગઈ હતી. 15 નવેમ્બર 2023 ના રોજ ભારતીય ટીમે 2019ની હારનો બદલો લીધો હતો.

2003નો હિસાબ ચૂકતે કરવાનો છે
23 માર્ચ, 2003ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં રિકી પોન્ટિંગે 140 રનની ઇનિંગ રમી હતી. 20 વર્ષ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે ટકરાશે અને ભારત જીતની આશા સાથે મેદાન પર ઉતરશે. 

ભારતીય ટીમ ફોર્મમાં
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023માં ફોર્મમાં છે. ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં તમામ મેચ જીતી છે. વિરાટ કોહલી 711 રન સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં ટોપ પર છે. વિરાટે 3 સદી ફટકારી છે. સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં મોહમ્મદ શમી 23 વિકેટ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ 9માંથી 7 મેચ જીતી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ