બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ઓસ્ટ્રેલિયા વનડેમાં વિરાટ કોહલી સાથે પહેલી વાર આ ઘટના, ક્રિકેટ જગતમાં ચાલી ખૂબ ચર્ચા

વનડે / ઓસ્ટ્રેલિયા વનડેમાં વિરાટ કોહલી સાથે પહેલી વાર આ ઘટના, ક્રિકેટ જગતમાં ચાલી ખૂબ ચર્ચા

Hiralal Parmar

Last Updated: 11:46 AM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમ બેક વનડે રમવા ઉતરેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ એક મોટો શર્મનાક રેકોર્ડ પણ કરી નાખ્યો હતો.

ઘણા લાંબા સમય બાદ વનડે રમવા ઉતરેલા વિરાટ કોહલીએ એક શર્માનક રેકોર્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં કોહલી સદંતર ફેલ રહ્યો અને તે ઝીરો રનમાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં વનડેમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. કોહલી હવે ઓસ્ટ્રેલિયામાં 30 વનડે ઇનિંગ્સ રમી ચૂક્યો છે.

રોહિત શર્મા પણ ફેલ

ઓસ્ટ્રેલિયા વનડેમાં રોહિત શર્માનું કમ બેક થયું છે. એટલે ઘણા સમય પછી રોહિત શર્મા વનડે રમવા આવ્યો છે પરંતુ પહેલી વનડેમાં રોહિત શર્માએ નિરાશાજનક દેખાવ કરીને ચાહકોની ચિંતા વધારી મૂકી હતી. રોહિત શર્મા 8 રનમાં તો વિરાટ કોહલી ઝીરો રનમાં આઉટ થયો હતો. ભારત ટોસ હારીને પહેલા બેટિંગ લીધી હતી. પરંતુ બન્ને સ્ટાર ખેલાડીઓ સાવ સસ્તામાં આઉટ થઈ જતાં ચાહકોની ચિંતા વધી હતી. આ મેચમાં વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની ભારત માટે પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્માએ નીતિશને તેની ODI કેપ અર્પણ કરી હતી.

ભારતની ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટમાં), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), મિશેલ ઓવેન, એલેક્સ કેરી, કૂપર કોનોલી, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ.

વધુ વાંચો : 54 વર્ષથી બંધ મથુરાનું બાંકે બિહારી મંદિરનું દ્વાર ખોલતાં જ છૂટી ગઈ કંપારી, અંદરથી નીકળ્યું ભયાનક

ભારત ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝ

  1. પહેલી વનડે 19 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ઓપ્ટસ સ્ટેડિયમ, પર્થ સવારે 9.00 વાગ્યે
  2. બીજી વનડે 23 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા એડિલેડ ઓવલ, એડિલેડ સવારે 9.00 વાગ્યે
  3. ત્રીજી વનડે 25 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા એસસીજી, સિડની સવારે 9.00 વાગ્યે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

virat kohli Ind vs aus 1st odi
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ