બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AFG Mahi Bhai's lesson helps me Rinku Singh credited Dhoni for his brilliant performance against Afghanistan

IND vs AFG / માહી ભાઈની શીખ મને કામ આવી..: રિંકુ સિંહે અફઘાનિસ્તાન સામેના શાનદાર પ્રદર્શનનો શ્રેય ધોનીને આપ્યો

Megha

Last Updated: 01:04 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AFGની પહેલી મેચ બાદ રિંકુ સિંહે તેની બેટિંગ પોઝિશનને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે એમએસ ધોનીએ તેને આ પોઝિશનમાં કેવી રીતે બેટિંગ કરવી તે અંગે મહત્વપૂર્ણ સલાહ આપી હતી.

  • પહેલી T20 મેચમાં જીત બાદ રિંકુ સિંહે મોટી પ્રતિક્રિયા આપી છે. 
  • એમએસ ધોનીએ રિંકુ સિંહને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી.
  • 'મને હવે 6 નંબર પર રમતા મેચ ફિનિશ કરવાની આદત પડી ગઈ.'

ટીમ ઈન્ડિયાના યુવા વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં જીત બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. રિંકુ સિંહે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે તેની ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે વાતચીત થઈ હતી અને ધોનીએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. 

મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 17.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિવમ દુબેએ માત્ર 40 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા હતા. તેના સિવાય જીતેશ શર્માએ 20 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી અને રિંકુ સિંહ 9 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો હતો.

મેચ બાદ રિંકુ સિંહે તેની બેટિંગ પોઝિશનને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે એમએસ ધોનીએ તેને આ પોઝિશનમાં કેવી રીતે બેટિંગ કરવી તે અંગે મહત્વપૂર્ણ સલાહ આપી હતી. રિંકુ સિંહે કહ્યું, 'મને હવે 6 નંબર પર રમતા મેચ ફિનિશ કરવાની આદત પડી ગઈ છે. મને હવે તે ખૂબ ગમવા લાગ્યું છે. જો કે, અહીં મોહાલીમાં હવામાન ખૂબ ઠંડુ હતું અને ફિલ્ડિંગમાં ઘણી મુશ્કેલીઓ હતી. 6 નંબર પર બેટિંગ કરતી વખતે હું મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું. હું મારી જાતને કહેતો રહું છું કે મારી પાસે વધારે બોલ નથી અને તેથી જ હું મોટો સ્કોર નથી કરી શકતો.'

મેં માહી ભાઈ સાથે વાત કરી અને એમને કહ્યું કે બોલ પ્રમાણે રમો અને શાંત રહેવાની સલાહ આપી. હું પણ તે જ કરું છું.' રિંકુએ છેલ્લે કહ્યું કે હું બેટિંગ કરતી વખતે વધારે વિચારતો નથી, હું માત્ર બોલ પ્રમાણે રમું છું. ભારત માટે 9 ટી-20 ઇનિંગ્સ રમી ચૂકેલ રિંકુ અત્યાર સુધી 5 વખત અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ