બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Increase in travel allowance of Zilla Panchayat-Taluka Panchayat President

પરિપત્ર / લ્યો બોલો.! નિર્વિધ્ને જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પ્રમુખના પ્રવાસન ભથ્થામાં ધરખમ વધારો, જુઓ કેટલો

Kishor

Last Updated: 05:20 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી જતી મોંઘવારીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થામાં વધારો કરવામાં અવ્યો છે.

  • ગાંધીનગર : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો 
  • પ્રવાસ ભથ્થામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવાયો
  • જિલ્લા પ્રમુખને 80,000 અપાતા હતા જે 1.30 લાખ કરાયા

રાજ્યમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. પ્રવાસન ભથ્થામાં ધરખમ વધારો કરાયો છે. જિલ્લા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં 50 હજાર જેટલો જંગી વધારો કરાયો હોવાથી રોષ પણ જોવા મળી રહ્યો છે. જેના ભગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા 80 હજાર હતું. તેમાં વધારો કરીને આ ભથ્થું  1.30 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

તાલુકા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં રૂપિયા 20 હજારનો વધારો કરાયો

બીજી બાજુ તાલુકા પંચાયત પ્રમુખના પ્રવાસનના ભથ્થામા પણ વધારો કરાયો છે. જેમાં 20 હજારનો વધારો કરાતા તાલુકા પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા 40 હજાર હજાર હતું તે 60 હજાર સુધી પહોંચી ગયું છે. આ અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

મોંઘવારીને ધ્યાને લઇ લેવાયો નિણર્ય

મહત્વનું છે કે હાલની સ્થિતિએ વધતી જતી મોંઘવારીને ધ્યાને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પેટ્રોલ ડીઝલ તથા અન્ય મુસાફરીને આનુસંગિક ખર્ચ તથા મોંઘવારીના સૂચકઆંકોના વધારેને લઈને વાહનભથ્થાની રકમમાં વધારો કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો હવે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખને લાભ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ