બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Increase in cotton-groundnut support price in Gujarat

મહામંથન / મોંઘી ખેતી કરી રહેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવ કેટલા કામમાં લાગશે? જગતના તાતની અપેક્ષા તો જાણો

Dinesh

Last Updated: 09:36 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે વિવિધ પાકના ટેકાના ભાવમાં રાહતજનક વધારો કર્યો છે, ગુજરાતમાં મુખ્યત્વે મગફળી અને કપાસ પકવતા ખેડૂતોને પણ સારો ફાયદો થયો.

  • કપાસ-મગફળીના ટેકાના ભાવમાં વધારો
  • અડદનો મણનો ટેકાનો ભાવ 1390 રૂપિયા થયો
  • મકાઈની MSPમાં પ્રતિ મણ 25 રૂપિયાનો વધારો


મોટેભાગે ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવા માહોલની વચ્ચે રાહતભર્યા સમાચાર સરકાર તરફથી આવ્યા. સરકારે વિવિધ પાકના ટેકાના ભાવમાં રાહતજનક વધારો કર્યો છે. ગુજરાતમાં મુખ્યત્વે મગફળી અને કપાસ પકવતા ખેડૂતોને પણ સારો ફાયદો થયો. કપાસની મધ્યમ અને લાંબા તારની કેટેગરીમાં અનુક્રમે 108 અને 128 રૂપિયા પ્રતિ મણનો વધારો થયો જયારે મગફળીમાં પણ ગત વર્ષની સાપેક્ષે 105 રૂપિયા પ્રતિ મણનો ટેકાનો ભાવ વધ્યો છે. ટેકાના ભાવ ખેડૂત માટે રાહત લઈને આવે છે તેમાં ઈન્કાર ન થઈ શકે પણ ઘણી વાર એવું પણ ચિત્ર ઉપસે છે કે સરકારના ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટના ભાવ ઊંચા હોય. 

MSP વધારાને મંજૂરી આપી
તુવેર, અડદના પાકની MSPમાં સરકારે વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે MSP વધારાને મંજૂરી આપી છે જેમાં તુવેરની MSPમાં પ્રતિ મણ 80 રૂપિયાનો વધારો કર્યો જ્યારે તુવેરનો મણનો ટેકાનો ભાવ 1400 રૂપિયા થયો છે જ્યારે અડદની MSPમાં પ્રતિ મણ 70 રૂપિયાનો વધારો કરાયો છે. અડદનો મણનો ટેકાનો ભાવ 1390 રૂપિયા થયો જ્યારે મકાઈની MSPમાં પ્રતિ મણ 25 રૂપિયાનો વધારો થયો છે. ધાન્ય પાકોની MSPમાં પ્રતિ મણ 28 રૂપિયાનો વધારો કરાયો છે.

ખેડૂતોને સરકારનો ટેકો પુરતો છે?
કપાસ-મગફળી સહિત 23 પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે અનેક સાવાલો થઈ રહ્યાં છે તે, પ્રતિ મણે ભાવના વધારાથી ખેડૂતોને કેટલો ટેકો મળશે? તેમજ કપાસ-મગફળીમાં 100થી 108નો પ્રતિ મણે વધારો! તેમજ વધતી મોંઘવારી, મોંઘા ખાતર સામે ટેકો મજબૂત કેટલો? અને ટેકાના ભાવને લઇને ખેડૂતોની અપેક્ષા શું છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ