બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આખરે સાંઢણીની તપાસ કરાતા ભૂઈનું 'ધતિંગ' ખુલ્લું પડ્યું, કહ્યું 'હવેથી આવા ચમત્કાર નહીં કરું'

પડકાર / આખરે સાંઢણીની તપાસ કરાતા ભૂઈનું 'ધતિંગ' ખુલ્લું પડ્યું, કહ્યું 'હવેથી આવા ચમત્કાર નહીં કરું'

Last Updated: 03:23 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દશામાની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટનાને લઈ માતાજીની ભૂઈ સીતાબેને વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો હતો.

વડોદરામાં દશામાતાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળવાની ઘટના સામે આવી હતી. દશામાતાની ભૂઈ સીતાબેબે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો હતો. ભૂઈ સીતાબેને જણાવ્યું હતું કે, આંખમાંથી ઘી નીકળવાનું ખોટું હોય તો વિજ્ઞાન જાથા પુરાવા આપે. તેમજ ઘી ક્યાંથી નીકળતું હતું તે વિજ્ઞાન જાથા સાબિત કરી શક્યું નથી. બળજબરીથી અને ટોર્ચર કરીને વિજ્ઞાન જાથાએ મારી પાસે માફી મંગાવી હતી. પોલીસ પણ ઘરમાં આવીને ધમકી આપતી હતી તેવો સીતાબેને આક્ષેપ કર્યો હતો. તેમજ સીતાબેને કહ્યું હતું કે સમાજને પૂછીને વિજ્ઞાન જાથા સામે એક્શન લઈશ. 5 દિવસ પહેલા વિજ્ઞાન જાથાની ટીમ સીતાબેનને ઘરે પહોંચી હતી. દશામાની સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ચર્ચા ફેલાઈ હતી.

ઘી નુ તરકટ કર્યા નું કબૂલી માફી માંગી લીધી

વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામા ના મઢ માં સાંઢણી ની આંખ માં થી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતુ વિજ્ઞાન જાથા. દશા માં ની ભૂઈ એ લેખિત કબૂલાત આપી ઘી નુ તરકટ કર્યા નું કબૂલી માફી માંગી લીધી. ભૂઈ ની ૩૫ વર્ષ ની ધતિંગ લીલા બંધ કરાવતુ વિજ્ઞાન જાથા. દશામા ના મઢ માં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યુ. જાથા એ સાંઢણી તપાસતા ઘરના સદસ્યો નું કારસ્તાન બહાર આવ્યુ. ધાર્મિક છેતરપિંડી કરનારાઓ થી સાવધાન. જાથા એ ૩૫ વર્ષમાં ૨૮૦૦ ઢોંગી ભૂઈમા નો પર્દાફાશ કર્યો. ભૂઈ ને મુશ્કેલી ના સમયે દશામાં એ મદદ કરી નહીં જે થી રડી પડ્યા.

ભવિષ્ય માં દશા માં ના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેંધરી આપી. ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ, પુત્ર ડ્રાઈવર સતીષસિંહ એ કબૂલાતનામા માં સહી કરી આપી. જાથા એ ઘી ના ચમત્કાર ની પોલ ખોલ કરી. વિજ્ઞાન જાથા નો ૧૨૭૩ મો સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યૂટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી પટેલ, સબ ઇન્સ્પેક્ટર ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓ એ પર્દાફાશ માં મદદ કરી, જાથા એ આભાર વ્યક્ત કર્યો. ભૂઈ સીતાબા અને પુત્ર ની અટકાયત કરતુ પોલીસ તંત્ર. ચમત્કાર કરનારાઓ શ્રદ્ધા ના માહોલ માં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે. ચમત્કારો થી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે.

આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવા ઉપયોગ કરાશે બલૂન ટેક્નોલોજી, આ રીતે ઓપરેશન પાર પડાશે

દશા માં ના વ્રત ના સમાપન એ ભૂઈ નો ભાંડાફોડ થયો. દશામાં ની ભૂઈ ને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી. ઢોંગી ભૂઈમાં, ધતિંગબાજો થી સાવધાન રહેવા વિજ્ઞાન જાથા ની અપીલ. દશામાં ના મઢે ઘી નો ચમત્કાર તૂત બેબુનિયાદ સાબિત કરતુ જાથા. વડોદરા માં વિજ્ઞાન જાથા ના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી પર્દાફાશ ની કામગીરી માં જોડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Science Jatha Vadodara News Dashamata's Sadhni
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ