બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવા ઉપયોગ કરાશે બલૂન ટેક્નોલોજી, આ રીતે ઓપરેશન પાર પડાશે

Gambhira Bridge / ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવા ઉપયોગ કરાશે બલૂન ટેક્નોલોજી, આ રીતે ઓપરેશન પાર પડાશે

Last Updated: 02:39 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ પરથી હવે લટકતું ટેન્કર ઉતારવા માટે એર બલૂન લાવવામાં આવ્યું છે. મરીન ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સેફ્ટીના સાધનો અને ટેકનિકલ સામાન લઈ પહોંચી છે.

પાદરાના ગંભીરા બ્રિજ પરથી લટકતું ટેન્કર હવે નીચે ઉતારાશે. ટેન્કરને બહાર કાઢવા એર બલૂન લાવવામાં આવ્યું છે. મરીન ઈમરજન્સી રિસ્પોન્ટ ટીમ દ્વારા બલૂનને ટ્રકની નજીક લવાયું છે. સેફ્ટીના સાધનો અને કેટલાક ટેકનિકલ સામાન ટ્રક પાસે લઈ જવામાં આવ્યો છે. બ્રિજની દુર્ઘટના બાદ હજુ સુધી ટેન્કર ઉતારી શકાયું નથી.

ટેન્કરને કેવી રીતે નીચે ઉતારાશે

ટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. નીકુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બલૂન એર ટેક્નોલોજીનો ઉપયોગ ખાસ કરીને એવી પરિસ્થિતિમાં થાય છે. જ્યાં ટેક્નોલોજી વડે ભારે વજન ધરાવતા વાહનોને સુરક્ષિત રીતે ઉંચે ઉઠાવીને બીજી જગ્યાએ ખસેડી શકાય છે. ટેન્કરને ઉતારતા પહેલા બલૂનને યોગ્ય સ્થાન પર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાં પ્રોપેન ગેસ ભરીને તેને ફુલાવવામાં આવે છે. બલૂન જ્યારે પૂરતું ફુલાય જાય છે ત્યારે તે ટ્રકને ધીમે ધીમે ઉપાડે છે અને તેને સાવચેતી પૂર્વક નીચે ઉતારવામાં આવે છે.

દેશના ઇતિહાસમાં પહેલી વખત બલૂનના ઉપયોગ

આ કારણે આ ઘટના મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે દેશના ઇતિહાસમાં પહેલી વખત બલૂનના ઉપયોગ દ્વારા કોઇ વસ્તુ કે વ્યક્તિને એરલિફ્ટ કરવામાં આવી છે. સામાન્ય રીતે હેલિકોપ્ટર કે વિમાન જેવી પરંપરાગત પદ્ધતિઓનો જ ઉપયોગ થતો રહ્યો છે, પરંતુ આ રીતે બલૂનના સહારે એરલિફ્ટ કરવું એ એક અનોખો પ્રયાસ છે. બે બલૂનનો ઉપયોગ કરીને સ્ટેબિલિટી જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે તકનિકી રીતે ખૂબ જ ગંભીર અને ગુણવત્તાવાળું કામ છે. આવી નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરીને દેશમાં ટ્રાન્સપોર્ટેશન અને બચાવ કામગીરીમાં નવી દિશા મળી શકે છે.

ટેન્કરને ઉતારવા પોરબંદરની મરિન ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ કામગીરી

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતા ટેન્કર અંગે આણંદ જિલ્લા કલેક્ટરે આપી માહિતી આપતા જણાવ્યું હતું કે, ટેન્કરને ઉતારવા પોરબંદરની મરિન ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ કામગીરી કરશે. ટેન્કર ઉતારવા હેવી મશીનરોનો ઉપયોગ જોખમી બની શકે છે. પોરબંદરની વિશ્વકર્મા કંપની ટેન્કર ઉતારવા માટે મદદ કરશે. ટેન્કર ઉતારવાના મિશન માટે 3 એન્જિનિયર સિંગાપોરથી બોલાવાયા છે. રિગિંગ અને બલૂન ટેક્નોલોજીના ઉપયોગથી ટેન્કર ઉતારવાની કાર્યવાહી થશે. કલેક્ટરે સુરક્ષા હેતુથી મીડિયા સહિત અન્ય તમામ લોકોને બ્રિજથી દૂર રહેવા નિર્દેશ કર્યો છે.

બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકત તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તેમજ માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ અને 1 નિવૃત અધિકારીમી મિલકતની તપાસ થશે. સરકારે ACB ને તપાસ માટે મંજૂરી આપતા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મકરંદ ચૌહાણ સહિતના 6 સભ્યોનો એસઆઈટીની ટીમમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચોઃ ખાતરમાં ગોલમાલને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણી લેજો તો કામ લાગશે

ACB સમક્ષ નિવેદનો નોંધવામાં આવ્યા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 મોત પછી અધિકારીઓ પર તવાઈ શરૂ થવા પામી છે. ACB સમક્ષ અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મદદનીશ ઈજનેર જે.વી.શાહ ACB સમક્ષ હાજર થયા હતા. નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલના નિવેદનો નોંધાયા છે. અધિકારીઓના મિલકતો અને આવક-જાવકની વિગતો મેળવાશે. મિલકતોની પૂછપરછ અને નિવેદનોની નોંધણી શરૂ કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર એન.એમ.નાયકાવાલાની પૂછપરછ માટે સરકારી મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gambhira Bridge Tanker Vadodara News Gambhira Bridge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ