બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખાતરમાં ગોલમાલને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણી લેજો તો કામ લાગશે
Last Updated: 01:51 PM, 4 August 2025
રાજ્યમાં ખાતરની અછત અને વધતી ગોલમાલની ફરિયાદોને લઈને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.. ખાતરનું વિતરણ અને ઉપલબ્ધતાની સરળતાથી જાણકારી મળી રહે તે માટે રાજ્ય કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.. જેના માટે સરકારે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
ADVERTISEMENT

હેલ્પલાઈન નંબર 12 કલાસ સુધી કાર્યરત રહેશે
ADVERTISEMENT
આ હેલ્પલાઈન નંબર સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એટલે કે 12 કલાક સુધી કાર્યરત રહેશે.આ હેલ્પલાઈન નંબર પર ખેડૂતો માત્ર વિતરણ અને ઉપલબ્ધતા જ નહીં પણ ખાતરને લઈને કોઈ રજૂઆત અથવા ફરિયાદ પણ કરી શકશે.. આ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
જામનગર નાયબ ખેતી નિયામક કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
જામનગર નાયબ ખેતી નિયામક કચેરીમાં આ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.. ખેડૂતોને સરળતાથી કંટ્રોલ રૂમનો લાભ મળે તે માટે 02882551137 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.. આ હેલ્પલાઈન નંબર પર ખેડૂતો ખાતરને લઈને જરૂરી તમામ માહિતી મેળવી શકશે.. અને રજૂઆત સાથે ફરિયાદ પણ કરી શકશે.
ADVERTISEMENT
10 જિલ્લાઓમાં ખાતરા વેચાણમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો
ADVERTISEMENT
ગુજરાતના 10 જિલ્લાઓમાં ખાતરા વેચાણમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો થયો છે. કૃષિમંત્રીના જિલ્લામાં જ મંજૂરી વગર યુરિયા ખારતનું વેચાણ થયું હોવાનુ સામે આવ્યું છે. જામનગરમાં ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિયેશને મંજૂરી વગર યુરિયાનું વેચાણ કર્યું હતું. તેમજ ભાવનગરમાં પણ ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાઈસન્સ ન હોવાનો ખુલાસો થયો છે. માર્ચ અને એપ્રિલમાં 10 જિલ્લામાં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો છે. 2024 ની સરખામણીએ ખાતરનો 40 થી 65 ટકા વધુ જથ્થો વેચાયો છે. જ્યારે માર્ચ અને એપ્રલ મહિનામાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત નહીવત હોય છે.
ADVERTISEMENT
ક્યાં જિલ્લામાં અસામાન્ય જથ્થો વેચાયો?
અનેક ડીલરોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી
ખાતર નો સંગ્રહ અને કાળાબજારીને લઈ અનેક ડીલરોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ જ પ્રકારે ભાવનગરની ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન નો સૌથી મોટો ચોકાવનારો ખુલાસો કર્યો છે, અમે હોલસેલરને ખાતર વેચીએ છીએ અમારી પાસે સ્ટોરેજ ગોડાઉન પણ નથી 30 વર્ષથી અમે રાસાયણિક ખાતર વેચાણ- વિતરણ માં કામ કરીએ છીએ સરકાર તરફથી જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને ગાંધીનગર રૂબરૂ જઈને ખુલાસો પણ આપવામાં આવ્યો અમને પણ જાણવા મળ્યું નથી કે ભાવનગરની ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ઓનિયન ગ્રોવર્સ ને શા માટે 15 દિવસ માટે ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે એજન્સી દ્વારા તમામ પ્રકારના ખુલાસા કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો.
આ પણ વાંચોઃ વધુ એક ભાજપ નેતા પર લાગ્યા ગંભીર આક્ષેપ, પોલીસ પણ ફરિયાદ ન લેતા ભત્રીજીએ કાઢી હૈયાવરાળ
શો કોઝ નોટિસ આપવામાં આવી
જામનગરના ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશનને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ગત રોજ ગાંધીનગર ખાતે ખાતર વિતરણ કરવાની બેઠક મળી હતી. બેઠકમાં ડીલર્સ એસોસિએશનનાં કો ફોર્મમાં ક્ષતિ જણાતા નોટિસ ફટકારી હતી. ગાંધીનગરનાં આદેશથી 15 દિવસ માટે લાયસન્સ પણ સ્થગિત કરાયું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.