બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / In Us Firing Mehsana's daughter-in-law and Father in law became injured

અમેરિકા / અંધાધૂંધ ગોળીબારમાં મહેસાણાના સસરા-પુત્રવધૂ થયા ગંભીર

Published By: Bhushita

Last Updated: 12:15 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં મહેસાણાના સસરા અને પૂત્રવધૂ ઘાયલ થયા હતા

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થાય છે અને કેટલાક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવે પણ છે. અહીં વાત થઈ રહી છે મહેસાણાના એક પરિવારની. મહેસાણા જિલ્લાના આખજ ગામનો એક પરિવાર લગભગ 7 વર્ષથી ગ્રીનકાર્ડ ધરાવે છે. તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. સસરા અને પૂત્રવધૂ મળીને ત્યાં કન્વીનર સ્ટોર્સ ચલાવી ગુજરાન કરી રહ્યા છે. અમેરિકાના સમય પ્રમાણે 9મી તારીખે વહેલી સવારે જ્યારે તે બંને સ્ટોર્સ ખોલવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

firing at US

અચાનક કરવામાં આવેલા આ ફાયરિંગમાં પુત્રવધૂ અને તેના સસરા બંને ઘાયલ થયા છે. અજાણ્યા ઈસમે કરેલા ફાયરિંગમાં સસરાને 7 ગોળી તથા પુત્રવધુને 4 ગોળી વાગી હતી. આ બંનેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા. આ ઘટનાની જાણ થતાં જ આખજ ગામમાં વસતો તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે. જો કે હાલમાં આ પરિવારના સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં બંનેની હાલત સ્થિર છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

2 people injured America US firing mehsana ગંભીર ગોળીબાર મહેસાણા સસરા- પૂત્રવધૂ America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ