બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the Panchmahal, Madari stole the jewels by deception

કાર્યવાહી / 'અમને ચા પીવડાવશો' કહીને મદારીઓએ લાખોના દાગીના પડાવી લીધા, કાલોલમાં વિધિના નામે ઠગાઇ કરતી ગેંગ સક્રિય

Vishal Khamar

Last Updated: 02:52 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલાના સમયમાં મદારી શુદ્ધ મનોરંજન પીરસતા હતા. જો કે આજકાલ મદારીની એક ગેંગ માર્કેટમાં ફરી રહી છે. આ ગેંગ લોકોને વિશ્વાસમાં લઈ વિધિને નામે ઠગાઈ કરે છે. આ ગેંગ ખાસ કરીને ગામડાના અભણ અને ભોળા લોકોને ટાર્ગેટ કરી છે. કાલોલ તાલુકાના એક ખેડૂત સાથે વિશ્વાસઘાત થયો છે.

  • પંચમહાલમાં મદારીએ છેતરીને દાગીના પડાવી લીધા
  • મુવાડા ગામમાં મદારીએ ખેલખેલમાં દાગીના ગાયબ કરી દીધા
  • ભોગ બનનાર વ્યક્તિએ કાલોલ પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • કાલોલ પોલીસે મદારી સહિત 5 લોકોની કરી ધરપકડ

 કાલોલ તાલુકાના કરાનાના મુવાડા ગામે મદારી દ્વારા ખોટી રીતે માયાજાળ કરી સ્થાનિક વ્યક્તિને તમારા છોકરાને કંઈક થઈ જશે અને તે મરી જશે તેમ કહી વિધિ કરવાના બહાને ઘરના દાગીના સહિતની છેતરપિંડી કરી ફરાર થતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના દિવસોમાં ચાર મદારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો

મદારી દ્વારા માયાજાળમાં ફસાવ્યા
કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે ગામમાં મદારીનો ખેલ આવ્યો હતો. તે મદારીનો ખેલ દેખવા માટે ગામના કેટલાક લોકો ઉમટ્યા હતા. ત્યારબાદ તે સ્વૈચ્છિક રીતે લોકો દાન આપતા હતા. તે તેમાં ગામના રહીશ દ્વારા દાન આપવામાં આવ્યુ હતુ. તે દરમિયાન મદારી દ્વારા કહેવામાં આવ્યું કે તમે અમને ચા પીવડાવશો તેમ કહી તેને વાતોમાં ઉલજાવીને તમારા છોકરો બે દિવસ દરમિયાન કંઈક તેને થઈ જશે તેમ કહી માયાજાળમાં ફસાવી લીધા હતા. તેને એક પ્રકારની વિધિ કરશો તો તે બચી જશે તેમ કહી તેને પટાવી ફોસલાવી લીધો હતો. 

મદારી દ્વારા વિધિ કર્યા બાદ ઘડો ખોલતા સોના-ચાંદીના દાગીના ગાયબ હતા
ત્યારબાદ તેના ઘરમાં મદારીઓ દ્વારા વિધિ કરતાં એક ગળામાં તમામ દાગીના લાવીને મૂકશો તો તે વિધિ પૂર્ણ થશે તેમ કહી ઘરમાં ગળામાં તમામ દાગીના મૂકી અને વિધિ કરી હતી અને ઘરની બહાર જવા બધા સભ્યોને જણાવ્યું હતું. જો કે દાગીના ગળામાં નહીં પરંતુ તેમને ઘડામાં મુકાવી દીધા હતા મદારી દ્વારા વિધિ કર્યા બાદ જણાવ્યું હતું કે આઠ દિવસ સુધી આ ઘડો ખોલવાનો નથી પરંતુ સમય વીતી જતા તે વ્યક્તિ દ્વારા મદારીને ફોન કરતા ફોન ન ઉપાડતા શંકા ગઈ જે બાદ આજુબાજુના વ્યક્તિઓને લઈને ઘડો ખોલતા તેમાં સોના ચાંદીના દાગીના ગાયબ હતા. સ્થાનિક વ્યક્તિ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં એક લાખ રૂપિયાના દાગીના છેતરપિંડી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી.

અર્જુનભાઇ ચૌહાણ (ફરિયાદી)

પોલીસે મદારીઓ પાસેથી દાગીના કબજે કર્યા
મદારીના છેતરાની જાણ થતાં પોલીસ તુરંત એક્શનમાં આવી પોલીસે તેના મોબાઈલ નંબર અને લોકેશન તેમજ અંગત બાતમીદારોને રોકી ને પૂછપરછ કરતા મદારીઓ બાલાસિનોર બાજુ હોવાનું સામે આવ્યું હતું.  કાલોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મદારીઓને પકડવામાં સફળતા મળી હતી. તેમજ તેમની પાસેથી દાગીના કબજે કરવામાં આવ્યા હતા. 

વધુ વાંચોઃ 'દીકરાને ન પરણાવ્યો હોત તો સારું હતું', પિતાએ વેદના પ્રગટ કરતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા, આપ્યો ચોંકાવનારો જવાબ

પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી
ખાસ કરીને મદારીઓ પોતાના ઘર ના લોકોને લઈ ને આવતા છેતરતા હોવાનું સામે આવ્યું છે. મદારીઓ પકડાયા ત્યારે જાણવા મળ્યું કે રાજુનાથ મદારી તેમજ તેના બે પુત્રો તેમજ તેનો બનેવી તેમજ રિક્ષા ડ્રાઇવર તરીકે આવેલો બીજો એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે મદારીઓ પોતાના પરિવાર સાથે જ લોકોને છેતરતા હોવાનું જાણવા મળી આવ્યું છે.

પકડાયેલા આરોપી 

  • રાજુનાથ ચતુરનાથ મદારી (બાલાસિનોર)
  • સાવનનાથ રાજુનાથ મદારી (બાલાસિનોર)
  • કારણનાથ રાજુનાથ મદારી (હડિયા)
  • સાગરનાથ રાજુનાથ મદારી (હડિયા-બાલાસિનોર)
  • પ્રેમનાથ નટવરનાથ મદારી (કપડવંજ)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ