બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / In Surat a woman was trapped in a love trap and robbed

લૂંટેરી દુલ્હન / આ છોકરીના રૂપ પાછળ ઘેલા થશો તો કંગાળ બની જશો, પત્ની બની ઘરે આવશે પછી આવી રીતે થશે ખેલ

Vishal Khamar

Last Updated: 11:19 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે. જેણે ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના સપના બતાવ્યા.. અને લગ્ન પહેલા જ લાખો રૂપિયા ચોરી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.. પરંતુ તે દૂર ભાગે તે પહેલા જ પોલીસે આ લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે.

પોલીસ દ્વારા ઝડપી પાડેલ પુરૂષ તેમજ મહિલાએ સુરતમાં રહેતા દિલીપ નામના વ્યક્તિને રાતો-રાત કંગાળ બનાવી દીધો હતો. અને તેના ઘરમાં રહેલા 96 લાખ રૂપિયા ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ઘટના એવી બની હતી કે, ચોકબજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિને સામેના મકાનમાં રહેતી જયશ્રી ભગત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયશ્રી તેના પતિને છૂટાછેડા આપીને બાળકો સાથે અહીં રહેતી હતી. પરંતુ કોઈ કામ ન હોવાથી તે દિલીપના ઘરે કચરા-પોતા કરવા જતી હતા. અને રોજના આટાફેરમાં તેણે દિલીપને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.

દિલીપ ઘરે પહોંચ્યો તો રૂપિયા ચોરી થયાનું સામે આવ્યું
ફરિયાદી દિલીપએ પોતાની માલિકીનું ઘર વેચ્યાની જયશ્રીને જાણ થતાં તેણે રૂપિયા ચોરી કરવાનો પ્લાન ઘડ્યો. જેથી તેણે દિલીપને કહ્યું કે, મારા બંને બાળકોને તેના પિતાના ઘરે મુકી આવીએ. આવું કહીને તે બજરંગનગર પહોંચ્યાં હતા. જ્યાં દિલીપ બંને બાળકોને તેના પિતાને સોપવા ગયોં ત્યાં જયશ્રી ગાયબ થઈ ગઈ. જે બાદ દિલીપ ઘરે પહોંચ્યો તો રૂપિયા ચોરી થયાનું સામે આવ્યું. અને તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. 

વધુ વાંચોઃ અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ, આજે અકસ્માતની 4 ઘટનામાં 4ના મોત, 10 ઘાયલ

પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા
દિલીપની ફરિયાજ બાદ સુરતની ચોક બજાર પોલીસે બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. જે દરમિયાન બંને આરોપી મહારાષ્ટ્ર તરફ નાસીગયાની બાતમી મળી હતી. જેથી સુરત પોલીસ મહાષ્ટ્ર પહોંચી હતી. અને લૂંટેરી જયશ્રી અને તેના પૂર્વ પ્રેમની ઝડપી પાડ્યા હતા.  લૂંટેરી દુલ્હનનો આ કિસ્સો કોઈ નવો નથી. અગાઉ પણ આવા જ કિસ્સા સામે આવી ચૂક્યા છે. હાલત પોલીસે જયશ્રી અને શુભમને ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ