બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Four died in four accidents in the state

દુઃખદ / અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ, આજે અકસ્માતની 4 ઘટનામાં 4ના મોત, 10 ઘાયલ

Vishal Khamar

Last Updated: 10:22 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં ચાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યા હતા.

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
 

અમદા

વાદ એસજી હાઈવે પર ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મૃત્યું થયું હતું. કન્સ્ટ્રશન સાઈટના ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. રોડ પરથી પસાર થતા બાઈક ચાલક પર ડમ્પર ફરી વળ્યું હતું. અન્ય ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયો હતો. ચાલક અને ડમ્પરને ટ્રાફિક પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. 
 

રાજકોટ શહેરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા જતી ક્રિષ્ના ભારથીને અજાણ્યા વાહને અડફેટે લેતા યુવતીનુ મોત થયુ છે. મેટોડા GIDCમાં હિટ એન્ડની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રિષ્ના ભારથી મૂળ ધારી પંથકની રહેવાસી છે. રાજકોટમાં ક્રિષ્ના તેમના માસીના ઘરે રહેતી હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પોલીસે હિટ એન્ડ રનની ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.

વધુ વાંચોઃ પવનની દિશા બદલાતા ગુજરાતના હવામાન વિભાગે આગાહી ફેરવી, આ દિવસથી ફરી આવશે ઠંડીનો રાઉન્ડ

ડીસાના બનાસકુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રિક્ષામાં ભરેલા લોખંડના સળીયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ