બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As the direction of the wind changed, the Gujarat Meteorological Department changed the forecast

આગાહી / પવનની દિશા બદલાતા ગુજરાતના હવામાન વિભાગે આગાહી ફેરવી, આ દિવસથી ફરી આવશે ઠંડીનો રાઉન્ડ

Vishal Khamar

Last Updated: 10:02 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી એકવાર લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કડકડકી ઠંડીની આગાહી કરી છે.  હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કડકડતી ઠંડીની આગાહી કરતા લોકો ફરી ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી શકશે. 

આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થસે. તેમજ આજે ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે અમદાવાદમાં 20.04 જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે
મળતી માહિતી મુજબ 21 ફેબ્રુઆરી દરમ્યાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે  તેમજ ઠંડા પવનો ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 22 થી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 

વધુ વાંચોઃ લોકસભા પહેલા અમદાવાદ કોંગ્રેસનો ઝટકો, બે વખત ધારાસભ્યની ચૂંટણી લડનારા પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું

ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીની આગાહી
ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ