બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Congress MLA Dharmendra Patel will join BJP

રાજીનામું / લોકસભા પહેલા અમદાવાદ કોંગ્રેસનો ઝટકો, બે વખત ધારાસભ્યની ચૂંટણી લડનારા પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું

Vishal Khamar

Last Updated: 08:16 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસનાં નેતાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ધારાસભ્ય દ્વારા રાજીનામું આપી દેતા તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે.

કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈ એ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં ફરી રહ્યા છે. તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા એવી ચર્ચા શરૂ થઈ છે કે હવે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ જશે.

લોકસભાની પૂર્વની બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાયું હોવાની પણ ચર્ચા છે. અગાઉ ક્યારેય જીતી નહીં સકનારા ધર્મેન્દ્ર પટેલ ને હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં લડવાની ઈચ્છા જાગી છે. તેઓ આ મહિનાના અંત પહેલા જ ભાજપનો કેસરિયો પહેરી લેશે.

ધર્મેન્દ્ર પટેલ તો ભાજપ ભેગા થઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં જ્યારે ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા એ સમયે તેમને સાથ આપનારા ભાજપના કેટલાક કાર્યકરોનો ભોગ લેવાયો હતો.હવે  આ કાર્યકરો સાવ નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે

વધુ વાંચોઃ VTV EXCLUSIVE: રંજનબેન ભટ્ટે કહ્યું- મારો ભાવ કુશને બચાવી લેવાનો નહોતો, સામા પક્ષના છોકરાઓ પર FIR ન થાય તે માટે...

બીજી બાજુ ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપના બે થી ત્રણ દાયકા જૂના સિનિયર કાર્યકરોને ભાજપ વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપતું નથી અને કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને તુરંત જ ટિકિટ આપી દે છે જે યોગ્ય નથી. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપમાં ફરીથી ભરતી મેળો શરૂ થતા ભાજપના પાયાના કાર્યક્રમોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ