બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / In summer people face many problems due to high temperature

સાચવજો! / ઉનાળો આવી ગયો: હવે જીવલેણ લૂથી સાચવજો નહીં તો બનશો અનેક બીમારીઓના ભોગ, બચવા માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર

Malay

Last Updated: 04:28 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં લોકોને વધારે તાપમાનના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે કોઈ વ્યક્તિને લૂ-હીટ સ્ટ્રોક લાગે છે. અન્ય ગંભીર-ઘાતક બીમારીઓ અને વાઇરસની જેમ જ લૂ પણ જીવલેણ બનીને શરીરનું તાપમાન વધારી શકે છે

 

  • બીમારીઓ અને વાઇરસ જેટલી જ જીવલેણ હોય છે લૂ
  • ઘણા લોકો લૂના કારણે મૃત્યુ પામે છેઃ સર્વે
  • આ ઉપાયો અપનાવવાથી મળી શકે છે રાહત

ઉનાળાના સતત તડકામાં રહેવાથી લૂ એટલે કે હીટ સ્ટ્રોકની સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. હજુ તો શિયાળાની વિદાય પણ અનિશ્ચિત છે, સવારે અને રાતે ઠંડક અને બપોરે ઉનાળાની ગરમ હવા સાથેની બેવડી ઋતુમાં અત્યારની બપોરે પડી રહેલી આકરી ગરમીથી લોકોએ સાચવવું પડશે, નહીં તો અચાનક વધી રહેલું તાપમાન સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે, કારણ કે અન્ય ગંભીર બીમારીઓ અને વાઇરસ જેટલી જ જીવલેણ લૂ હોય છે, જે શરીરનું તાપમાન એકદમ વધારી દે છે. એક સર્વે અનુસાર ઘણા લોકો લૂના કારણે મૃત્યુ પામે છે.

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ; હજુ આ તારીખ પછી  અસહ્ય ગરમી પડવાની આગાહી | In Gujarat, the heat broke a 7-year record in  February itself

ડિહાઇડ્રેશનની પણ સર્જાય છે સમસ્યા 
સામાન્ય રીતે દરેક વયના લોકોના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય ત્યારે શરીરના અવયવો યોગ્ય રીતે કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં લોકોને વધારે તાપમાનના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે કોઈ વ્યક્તિને લૂ-હીટ સ્ટ્રોક લાગે છે ત્યારે તેનામાં માથાનો દુખાવો, થાક, ઊલટી, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે. ઉપરાંત ડિહાઇડ્રેશનની સમસ્યા પણ સર્જાય છે.

બપોરે સતત વધી રહ્યો છે ગરમીનો પારો
હાલના સંજોગોમાં અચાનક જ વાતાવરણ ગરમાયું છે. બપોરે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે લૂથી બચવા માટેના અનેક ઉપાય છે, જે અપનાવવાથી રાહત મળી શકે છે, જેમ કે ડાયટમાં છાશ બે ગ્લાસ, સત્તુ જીરા ડ્રિંક, કાકડી, જેને લંચ-ડિનરમાં લેવાનો આગ્રહ રાખવો, માખણ, જવ રોટી, ડુંગળી-સલાડ તરીકે, સાદા પાણીના બદલે તેમાં લીંબુ, ફુદીના, ચિયા શીડ્સ એડ કરીને પીઓ. છાશ, સત્તુ જીરા ડ્રિંક, કાકડી, માખણ, જવ રોટી જેવાં ફૂડ્સ અને ડ્રિંકમાં કૂલિંગ એજન્ટ રહેલાં છે, જે ઉનાળામાં શરીરને અંદરથી જ ઠંડું રાખવામાં મદદરૂપ થાય છે અને હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત વ્યક્તિએ દિવસમાં 3થી 4 ‌લિટર પાણી પીવું જોઇએ, ભોજનમાં સલાડ, છાશ, દહીંનો ઉપયોગ કરવો જોઇએ. ઠંડા પાણીથી સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને શરીરનું તાપમાન વધે નહીં તેનો ખ્યાલ રાખવો જોઈએ

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, જાણો ક્યારે મળશે રાહત |  Summer-state-heat-Learn-When-Relief

લૂ લાગતાં ઘરેલુ ઉપચાર કરો
વરિયાળીનો રસ

જો કોઇ વ્યક્તિને લૂ લાગી હોય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે. તેથી તેના રસમાં બે બૂંદ ફુદીનાનો રસ અને બે ચમચી ગ્લુકોઝ પાઉડર મિક્સ કરો અને તેનું સેવન કરો. 

નારિયેળ પાણી
નારિયેળ પાણી હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપી શકે છે. કાચા નારિયેળના ગરને પહેલાં પીસી લો. ત્યાર બાદ તેમાં કાળું જીરું મિક્સ કરીને તેનું સેવન કરો. આવું કરવાથી લૂમાં તાત્કાલિક રાહત મળશે. ડુંગળીના રસના ઉપયોગથી પણ હિટ સ્ટ્રોકની સમસ્યા દૂર કરી શકાય છે. ડુંગળીના રસને ચેસ્ટ એરિયા પર ઘસવાથી પણ લૂની સમસ્યા દૂર થઇ શકે છે.

ફુદીનાનું પાણી
ફુદીનાના ઉપયોગથી પણ લૂની સમસ્યા દૂર કરી શકાય છે. ફુદીનાના પાનને પીસી તેમાં બે મરી ઉમેરો અને ફરી પીસી લો. હવે પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી હિટ સ્ટ્રોકની સમસ્યા દૂર થશે. જ્યારે કોઇ વ્યક્તિને લૂ લાગે છે ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે એવામાં વધારે ઠંડું પાણી પીવાથી સમસ્યા વધી શકે છે. વ્યક્તિએ આવી સ્થિતિમાં સામાન્ય ઠંડું અથવા માટલીનું પાણી પીવું જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ