બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ક્યાં જવું! રાજકોટમાં ડોક્ટરે ડાબાની જગ્યાએ જમણા પગનું કરી નાખ્યું ઓપરેશન, યુવતીનો દાવો
Last Updated: 11:04 PM, 17 July 2024
જુનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી સપના પટોડીયાએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ અરજી કરી છે. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે ગણેશ વિસર્જનના કાર્યક્રમ દરમિયાન ટ્રકમાં જઈ રહી હતી તે સમયે ટ્રક પલટી મારી ગયો હતો જેમાં યુવતીને ડાબા પગે સામાન્ય ઇજા થઈ હતી. જોકે સામાન્ય ઈજા હોવાના કારણે ક્યાંય પણ સારવાર કરાવી નહોતી. ત્યારબાદ થોડા દિવસો અગાઉ તેના ડાબા પગમાં ગોઠણના નીચેના ભાગમાં દુખાવો ઉપાડતા જૂનાગઢમાં જ તેને એક તબીબને બતાવ્યું હતું જેમાં તબીબે તેને ડાબા પગમાં લોહીની ગાંઠ હોય ત્યારે આ અંગે યોગ્ય ડોક્ટરને બતાવવાની સલાહ આપી હતી. જેના કારણે આ યુવતીએ રાજકોટના યુનિકેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચી હતી. જ્યારે યુવતીને ડાબા પગમાં દુખાવો હોય તેના બદલે હોસ્પિટલ તંત્ર દ્વારા તેના જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે ઓપરેશન બાદ આ યુવતીને પગમાં દુખાવો તો મટી ગયો હતો પરંતુ ફરી દુખાવો થતાં તેના દ્વારા હોસ્પિટલના તબીબોને જાણ કરવામાં આવી હતી પરંતુ તબીબોએ માત્ર ઘરે આરામ કરવાનું કહ્યું હતું. જોકે યુવતીને ડાબા પગમાં દુખાવો થતો હોય ને જમણા પગનું ઓપરેશન કરવામાં આવતા તેના દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં હોસ્પિટલની બેદરકારી અંગેની અરજી કરવામાં આવી હતી.
ADVERTISEMENT

પોલીસ દ્વારા હોસ્પિટલ તંત્રનાં સત્તાધીશોનું નિવેદન નોંધી હતી
ADVERTISEMENT
જૂનાગઢની યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ અરજી કરવામાં આવતા સમગ્ર મામલે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના વડા કાર્તિક શેઠે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે આ યુવતી હોસ્પિટલમાં દાખલ થવા માટે આવી હતી. ત્યારે તેની સાથે રહેલા તેમના સગાને તમામ બાબતોની માહિતી આપી હતી. યુવતીને સારવાર દરમિયાન ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. તેમજ જમણા પગમાં પણ તેની અસર થતી હોવાથી બંને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઓપરેશન કરતા પહેલા દર્દી અને તેમના સગાઓને સમજાવ્યા હતા અને સહમતિ પત્ર ઉપર સહી પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે હવે આ યુવતી દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે ત્યારે અમે આ તમામ બાબતોના પુરાવા પોલીસને આપ્યા છે. હવે પોલીસે દ્વારા હોસ્પિટલ તંત્રના સત્તાધીશોનું નિવેદન નોંધણીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
વધુ વાંચોઃ હૈયું હચમચી જાય તેવી ટક્કર! કાર ચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, દહેગામ-કપજવંજ રોડની ઘટના
હોસ્પિટલ તંત્ર સામે પણ અનેક સવાલો
ADVERTISEMENT
રાજકોટના યુનિકેર હોસ્પિટલમાં યુવતીના ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરવાની વાત સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં બેફામ ફી લઈને દર્દીઓને લૂંટવામાં આવતા હોય છે. એવામાં હવે ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જોકે જે દર્દી સાથે બેદરકારી દાખવવામાં આવી છે તેના દ્વારા હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઇને હોસ્પિટલ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.