બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad's Vastrapur, there was a prostitution scam behind the spaniard, it was worth seeing if the police raided.

ગોરખ ધંધો / અમદાવાદના વસ્ત્રાપૂરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનું તરકટ, પોલીસે રેડ કરી તો જોવા જેવી થઈ

Mehul

Last Updated: 08:08 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વસ્ત્રાપુર લેક નજીક આવેલા આમ્રપાલી લેક વ્યુ ટાવરમાં લાંબા સમયથી ચાલતા સ્પા સેન્ટર પર પોલીસે છાપા મારી ચાર યુવતી અને મેનેજરની કરી ધરપકડ.

  • અમદાવાદના વસ્ત્રાપૂરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર 
  • હેપ્પી સ્પાના મેનેજર સહીત ચાર યુવતીઓની ધરપકડ 
  • વસ્ત્રાપુર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતું હતું તરકટ 

અમદાવાદમાં પૂર્વ વિસ્તારનો પવન જોર શોરથી પશ્ચિમ વિસ્તારમાં વાઝોદાની જેમ ફૂંકાયો છે. સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધા બહુ ફૂલી-ફાલી ગયા છે. પશ્ચિમ વિસ્તારના ધમધમતા એવા વસ્ત્રાપુર પાસેથી દેહ વ્યાપારનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સ્પા મેનેજર સાથે ચાર યુવતીઓની ધરપકડ કરાઈ છે.  

અમદાવાદના વસ્ત્રાપુર લેક નજીક આવેલા આમ્રપાલી લેક વ્યુ ટાવરમાં લાંબા સમયથી ચાલતા સ્પા સેન્ટર પર પોલીસે છાપા માર્યા હતા.  આમ્રપાલી લેક વ્યુ ટાવરમાં આવેલા હેપ્પી સ્પામાં રેડ પાડી પોલીસે સ્પા મેનેજર સાથે  4 યુવતીઓની પણ ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં ગુનો નોંધી સંચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

કેટલીક ઘટ્નાઓ આવી પણ હોય છે. 

રાજ્યના તરુણ અને સગીર વયના માતા-પિતા માટે લાલબત્તી જેવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પોતાના અપ્રતિમ મોજ-શોખ અને પાશ્ચાત સંસ્કૃતિના આંધળા અનુકરણ ઉપરાંત ફિલ્મી ચસકા પાછળ ઘેલી થઇ ઉઠેલી એક સગીરાને વૈભવી લાઈફ સ્ટાઈલનો એવો તો શોખ વળગ્યો કે તે ક્યારે દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ તેનો તેણીને ખ્યાલ જ ના રહ્યો.પુત્રીના રહન-સહન અને ચાલ-ચલગતથી વિચલિત પિતાએ 181 અભયમ  મહિલા હેલ્પલાઇન પર મદદ માંગતા આખી ઘટનાનો ખુલાસો થયો છે.

 પિતાની આર્થિક સ્થિતિ વિષમ          

અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પોતાની ઉમરના મિત્રોની જીવન શૈલી નાની ઉમરથી જ પ્રભાવિત કરતી હતી. અન્યના શોખ અને તેમના કપડાથી માંડીને રહેણી-કરણીનો એટલો તો પ્રભાવ વધ્યો કે, સગીરાને થયું કે આવું હોય તો જ જીવન છે. પિતાની આર્થિક સ્થિતિની પરવાહ કર્યા વગર સગીરા 'ડીમાન્ડીંગ' બની ગઈ. પોતાના મોજ-શોખ પુરા કરવા તેણી,માતા-પિતા પાસે તેમના આર્થિક ગજા ઉપરાંતની માંગણીઓ કરતી થઇ ગઈ. પિતાની સ્થિતિ તેણીની માંગણીઓ પૂર્ણ કરવા સક્ષમ ના હોય, સગીરાએ જુદો જ માર્ગ પકડ્યો. પોતાના મિત્રોની મદદથી તેમના વૈભવી કહી શકાય તેવા શોખને જાણે કે પાંખો આવી, સગીરા પોતાના શોખનેપંપાળવા -પોષવા માંડી. ધીમે-ધીમે તેની એષણાઓ સંતુષ્ઠ થવા માંડી તો મોજ-શોખની લાલસા વધુ તીવ્ર બનવા માંડી.

સગીરાની બદલાઈ જીવન શૈલી 

પોતાની સગીર પુત્રીનો ઠાઠ અને તેણીની જીવન શૈલી પિતાને ચિંતિત કરતી હતી. કપડાથી માંડીને તેણીની નાની-નાની ચીજ વસ્તુઓ મોંધી દાટ હોવાનો પિતાને અહેસાસ થવા લાગ્યો.તેમને થયું કે, આ બધું આવે છે ક્યાંથી ? કેવી રીતે ? સગીરાના મિત્રો વિષે પિતા વધુ જાણતા નહોતા એટલે તપાસ પણ કેવી રીતે કરે ? પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી.અને પુત્રીની જીવન શૈલી અને વ્યવહાર વિષે જણાવ્યુ.

પિતાએ માંગી અભયમની મદદ 

અભયમે સગીરાનો કેસ હાથમાં લીધો અને તેણીનું કાઉન્સેલિંગ શરુ કર્યું તો ખુદ અભયમ ટીમ પણ કેફિયત સાંભળીને ચોંકી ગઈ. સગીરા દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ હતી. પોતાના મોજા-શોખ ને વૈભવી જીવન શૈલીના લાગેલા ચસકાને તેણીનાં મિત્રોએ એવી તો હવા આપી કે,સગીરા દેહ વ્યાપારની આગમાં ધકેલાઈ ગઈ. સગીરાની આ કેફિયત સાંભળ્યા પછી,181અભયમ મહિલા હેલ્ટીપ લાઈનએ તેણીને આ રસ્તેથી પાછા વળવા સાથે મોજ-શોખ પાછળ જીવન બરબાદ થઇ રહ્યાનો અહેસાસ કરાવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ