બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad, sons threatend father 'Leave home, otherwise i will kill you'

ઘોર કળિયુગ / અમદાવાદમાં દીકરાઓએ પિતાને કહ્યું ‘ઘર છોડી જતા રહો, નહીંતર પેટ્રોલ છાંટીને સળગાવી દઈશું’

Published By: Ravi

Last Updated: 04:35 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પિતાને બે પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો હતો.આ મામલે પિતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

  • પિતાને માર મારી બે પુત્રએ ધમકી આપી
  • બહેરામપુરાનો બનાવઃ લાચાર પિતાએ પોલીસ ફરિયાદ કરી

બન્ને પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો 

શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પિતાને બે પુત્રોએ ઘરમાંથી કાઢી મૂકવાનું કહી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બન્ને પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો હતો. જેથી તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. કાગડાપીઠ પોલીસે પિતાની અરજીના આધારે બંને પુત્રો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મૂલચંદભાઇએ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ મામલો શાંત પડ્યો

બહેરામપુરામાં આવેલી વિજયાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મૂલચંદભાઇ ક્રિષ્નાની તેમનાં પત્ની, અને ત્રણ પુત્રો સાથે રહે છે. અંદાજે ૨૦ દિવસ પહેલા મૂલચંદભાઇના પુત્ર રાહુલ અને જયપ્રકાશે તેમના ઘરમાંથી જતાં રહેવા કહ્યું હતું. પુત્રોની વાત સાંભળીને મૂલચંદભાઇએ તેમને જણાવ્યું હતું કે આ મારું ઘર છે તમે મને કેમ ઘરમાંથી કાઢી મૂકો છો. પિતાની વાત સાંભળીને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુંનો માર માર્યો હતો. મૂલચંદભાઇએ આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મૂલચંદભાઇએ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ મામલો શાંત પડ્યો હતો.

પેટ્રોલ છાંટી જાનથી મારી નાખવાની ધમકી 

સોમવારે બપોરે મૂલચંદભાઈ ઘર પાસે ઊભા હતા ત્યારે રાહુલ આવ્યો હતો અને કહ્યું હતું કે અમારી સામે કરેલી અરજી પાછી લઈ લો નહીં તો પેટ્રોલ છાંટી જાનથી મારી નાખીશ તેમ કહીને માર માર્યો હતો. પોલીસે આ મામલે બન્ને પુત્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Crime ahmedabad gujarat threat ધમકી પિતા મૂલચંદભાઇ હિંસા Deadly age

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ