બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad foreign nationals were cheated by the temptation of giving loans while sitting at home

કાર્યવાહી / અમદાવાદમાં ઘરે બેસીને વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચે છેતર્યા, અંતે સાઇબર ક્રાઇમ આંબી ગઇ

Kishor

Last Updated: 11:39 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં ઘરમાં બેસીને અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી પૈસા પડાવતા બે શખ્સોની સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે.

  • અમદાવાદમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ
  • અમદાવાદના જુહાપુરામાંથી ઝડપાયા 2 શખ્સ
  • લોન આપવાની લાલચ આપતા

અમદાવાદ શહેરમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયુ છે. પોલીસ ઝપટે ચડેલા જહીર અબ્બાસ શેખ અને સમીર મોગલ નામના આરોપીઓ જુહાપુરા વિસ્તારના જ રહેવાસી છે. જેમાંથી સમીર મોગલએ પોતાના ઘરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જેને અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી અમેરિકન નાગરિકોને ફોન કરીને પોતે અમેરિકાની વન મેઇન ફાઇનાન્સ નામની લોન આપનારી કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી લોન આપવાની લાલચ આપી એનકેન પ્રકારે રૂપિયા પડાવી લેતા હતા.

 ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી રકમ જમા કરાવવાનું કહેતા 
આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમએ દરોડા પાડીને ઘરમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન કબ્જે કરાયા છે. પકડાયેલા આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપી વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી ના નામે ડોલર પડાવતા હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન આપવાનું કહીને ફસાવી તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી સક્સેસફૂલ થતું નથી જેના માટે તમારે અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે જેનાથી તમારો સ્કોર 700 પોઇન્ટ વધી જશે અને લોનના પૈસા તમને આપવામાં આવશે. તેવું જણાવીને અલગ અલગ માધ્યમથી અમેરિકન ડોલર મેળવી લેતા હતા. 

 
જહીર શેખ અગાઉ પણ પોલીસ ચોપડે ચડયો છે
અમદાવાદ સાયબર ક્રાઇમએ બંને આરોપીઓને ઝડપીને તપાસ કરતા પકડાયેલા આરોપીઓમાંથી જહીર શેખ અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પકડાયેલા આરોપીઓ સિવાય આ ગુનામાં કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકો સાથે આરોપીઓએ કેટલા રૂપિયાની ઠગાઈ હાજરી છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ