બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In Ahmedabad, a man who was having an affair with a young woman in a car, grabbed his wife by the hand and saw what happened next.

છૂપ છૂપ કે ? / અમદાવાદમાં કારમાં યુવતી સાથે રંગરેલીયા માણતા પતિને પત્નીએ જ 'રંગે હાથ' ઝડપી લીધો ,જુઓ પછી શું થયું

Mehul

Last Updated: 05:59 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહઆલમમાં રહેતી પરિણીતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે  કારમાં જોઈ, અજાણી સ્ત્રી વિશે પૂછતાં પતિએ પત્નીને જાહેરમાં લાફો મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં

  • અમદાવાદમાં કારમાં યુવતી સાથે રંગરેલીયા
  • પત્નીએ જ 'રંગે હાથ' ઝડપી લીધો પતિને 
  • ગુજરાત યુનિ.પોલીસમાં પતિ સામે ફરિયાદ 

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ‘પતિ પત્ની ઔર વહ’નો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમમાં રહેતી પરિણીતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે  કારમાં જોઈ હતી. જેથી અજાણી સ્ત્રી વિશે પૂછતાં પતિએ પત્નીને જાહેરમાં લાફો મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. 

શાહઆલમમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ પતિ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનાં લગ્ન આજથી પાંચ વર્ષ પહેલાં સાહિલ શેખ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયાં છે. જોકે હાલમાં બંને વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પિયરમાં રહે છે.

બે દિવસ પહેલાં રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પરિણીતા અને તેની ભાણી નવરંગપુરા એચ એલ કોલેજ ખાતે કોફી પીવા માટે ગયાં હતાં.ત્યારે અચાનક તેની નજર પતિ સાહિલની કાર પર પડી હતી. જે કાર પંજાબ નેશનલ બેન્કની બાજુમાં રોડ સાઈડ પાર્ક કરેલી હતી. પરિણીતા અને તેની ભાણી તેમનાં સ્કૂટરને સાઈડ પર કરીને પતિની કારમાં કોણ છે તે જોવા માટે ગયાં હતાં.
આ દરમિયાન પતિ તેની પત્નીને જોઈ જતાં કારમાંથી નીચે ઊતરીને કહ્યું કે 'તું ઘરે જા પછી વાત કરીશું' તેમ છતાં પરિણીતા કારમાં જોવા જતાં અંદર એક સ્ત્રી બેઠી હતી. જેથી પરિણીતાએ પતિને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? આમ કહેતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

પરિણીતાને જાહેરમાં ગાળો બોલીને લાફો મારીને ઝપાઝપી કરી હતી. જોકે ઝઘડો વધે નહીં તે માટે પરિણીતાએ 100 નંબર પર ફોન કરતી હતી. ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવીને કારમાં પરિણીતાને બેસાડીને વસ્ત્રાપુર લઇ ગયો હતો. મોડી રાતે પરિણીતાને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ