બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / In a major upheaval in British politics, Boris Johnson was ousted

રાજકારણ / ઋષિભાઈને મળશે રાજસિંહાસન! બ્રિટનના રાજકારણમાં જોરદાર ઉથલપાથલ, બોરિસ જોહ્ન્સનનું પત્તું કપાયું

Priyakant

Last Updated: 09:02 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન રાજકીય સંકટ વચ્ચે તેમણે પીએમ પદની રેસથી પોતાને દૂર કરી લેતા હવે ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક

  • બ્રિટનના રાજકારણમાં જોરદાર ઉથલપાથલ
  • બોરિસ જોહ્ન્સને PM પદની રેસથી પોતાને દૂર કરી લીધા 
  • ઋષિ સુનક ફરી એકવાર બ્રિટનના PM પદની રેસમાં જોડાયા

બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદને લઈ દેશમાં હલચલનું વાતાવરણ છે. આ બધાની વચ્ચે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને આ લડાઈને અમુક હદ સુધી સરળ બનાવી દીધી છે.  મહત્વનું છે કે, વર્તમાન રાજકીય સંકટ વચ્ચે તેમણે પીએમ પદની રેસથી પોતાને દૂર કરી લીધા છે. તેમના આ નિર્ણય બાદ હવે ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક આવી ગયા છે.

બોરિસ જ્હોન્સને ટેકો હોવાનો દાવો કરવા છતાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાંથી પોતાને બહાર ખેંચી લીધા છે. જોન્સને પોતાના નિર્ણય વિશે કહ્યું કે,  આવું કરવું યોગ્ય નથી.  કારણ કે, જ્યાં સુધી તમારી પાસે સંસદમાં એકીકૃત પક્ષ ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.

શું કહ્યું જ્હોન્સને ? 

જ્હોન્સને કહ્યું કે, ચૂંટણીમાં તેમની પાસે ઘણું બધું છે, પરંતુ તેમને ડર છે કે આ યોગ્ય સમય નથી. તેમણે કહ્યું કે, તે 2024માં જીત માટે સારી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ પદની રેસ તરફ એટલા માટે આકર્ષાયા હતા કારણ કે તેમણે સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત અપાવી હતી. તેમણે મેર્યું હતું કે, જ્યાં સુધી તમારી પાસે સંસદમાં એકજૂટ મન ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.

મહત્વનું છે કે, લિઝ ટ્રસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું છે. દેશે ફરીથી પોતાનો વડાપ્રધાન પસંદ કરવાનો છે. પીએમ પદની રેસમાં ઘણા નામો છે, પરંતુ બે નામ એવા છે જે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું નામ હતું. હવે બોરિસ જોન્સને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક ફરી એકવાર બ્રિટનના પીએમ પદની રેસમાં જોડાયા છે. યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકે રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ પીએમ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના 128 સાંસદ સુનકને સમર્થન આપી રહ્યા છે, જે પીએમ બનવા માટેના ન્યૂનતમ 100ના આંકડાથી ઘણા વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ