બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Important order given to all MLAs in BJP active mode regarding Rajya Sabha elections

તેજ ગતિવિધિ / રાજ્યસભા ચૂંટણીને લઇ ભાજપ એક્ટિવ મોડમાં, તમામ ધારાસભ્યોને અપાયો મહત્વનો આદેશ

Malay

Last Updated: 09:30 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election 2023: રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

  • રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપમાં તૈયારીઓ
  • 26 જુલાઈ સુધી ગુજરાતમાં રહેવા ધારાસભ્યોને સૂચના
  • 7 તારીખે CM અને પ્રદેશ ભાજપ પ્રમુખ દિલ્લી જશે
  • 10 તારીખે કમલમમાં ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 

દિલ્હી જશે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ
રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 26 જુલાઈ તમામ ધારાસભ્યોને ગુજરાતમાં જ રહેવાની સૂચના આપી છે. રાજ્ય સભાની ચૂંટણીને લઈને આગામી 7 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જશે. જ્યાં તેઓની હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે. દિલ્હીથી પરત આવ્યા બાદ 10 જુલાઈના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે. 

rajya sabha election 24th july who will the candidate of bjp from gujarat
એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા -  (ફાઈલ તસવીર)

આ 10 નેતાઓનો પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ'બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

28 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ