બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Important news regarding the entry of private buses in Surat

સુરત / આખરે કુમાર કાનાણીનું જ ચાલ્યું: જાહેરનામના સમયમાં શહેરમાં પ્રવેશી બસો, મુસાફરોને રાહત

Malay

Last Updated: 01:29 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુમાર કાનાણી સામે ખાનગી લક્ઝરી બસ એસોસિએશને નમતું જોખ્યું છે. આજ સવારથી જ તમામ લક્ઝરી બસોએ શહેરની અંદર પ્રવેશ કર્યો હતો. જેથી બે દિવસથી પડતી મુશ્કેલીને લઇ મુસાફરોને રાહત મળી હતી.

 

  • કુમાર કાનાણી સામે નમ્યું ખાનગી બસ એસોશિયેશન
  • આજે સવારથી જ તમામ બસોનો શહેરની અંદર પ્રવેશ
  • બે દિવસ બાદ ખાનગી બસ એસોશિયેશનને નમતું મુક્યું

સુરતમાં ખાનગી બસ પ્રવેશવાના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બે દિવસ બાદ ખાનગી બસ એસોસિએશને નમતું મૂક્યું છે. આજથી તમામ ખાનગી લક્ઝરી બસોએ નિયમ મુજબ શહેરમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે મુસાફરોને રાહત મળી છે. મહત્વનું છે કે, ગઈકાલે ટ્રાફિક JCP ડી.એચ.પરમાર સાથે બસ સંચાલકોએ બેઠક કરી જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આજથી સુરતમાં નહીં પ્રવેશે લક્ઝરી બસ, કુમાર કાનાણીએ કહ્યું 'બસ સંચાલકોનો  નિર્ણય ગેરવ્યાજબી', જાણો શું છે સમગ્ર વિવાદ | MLA Kumar Kanani's statement  came out on ...

તમામ બસો શહેરની અંદર પ્રવેશશે
બેઠક બાદ ખાનગી બસ એસોસિએશને નિર્ણય લીધો હતો કે હવે ગુરૂવારે વહેલી સવારથી પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે તમામ લક્ઝરી બસો શહેરમાં પ્રવેશશે અને પેસેન્જરોને રાબેતા મુજબ લઇ જશે. લક્ઝરી એસોસિયેશન પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે. ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ એસોસિએશનના ગજગ્રાહને લઈને આમ મુસાફરોને બાનમાં લેનારા આ નિર્ણયને આખરે પરત ખેંચાયો છે. મહત્વનું છે કે, ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ખાનગી લક્ઝરી બસ એસોશિએશન દ્વારા લેવાયા નિર્ણયને કારણે 2 દિવસ દરમિયાન મુસાફરોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. 

શહેરમાં બસ ન પ્રવેશ કરવાનો લેવાયો હતો નિર્ણય
લક્ઝરી બસ ચેરિટેબલ એસોસિયેશન દ્વારા 21 તારીખથી એક પણ બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લીધો હતો. જે નિર્ણયથી બસ ઓપરેટરો સહમત થયા હતા. લોકોને એક જ બાબતની ચિંતા હતી કે, સુરતમાં લક્ઝરી બસ આવશે નહીં તો મુસાફરોનું શું થશે. આ નિર્ણયને લઈ હવે ઉકેલ આવી ગયો છે અને હવે ફરી પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે બસો શહેરમાં પ્રવેશ કરશે.

શું છે સમગ્ર મામલો?
સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા દિવસ અગાઉ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, સુરત શહેરમાં પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે. 

પોલીસે ફટકાર્યો હતો દંડ
સુરતમાં ટ્રાફિકને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. 

બસને વાલક પાટિયા પાસે જ ઉભી રાખવાનો નિર્ણય લેવાયો હતો
સુરતના વરાછાના ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરો આમને-સામને આવી ગયા હતા. કુમાર કાનાણી સામે ખાનગી બસ ઓપરેટરો વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી બસ એસોસિએશન દ્વારા ધારાસભ્યના પત્ર બાદ બસને વાલક પાટિયા પાસે જ ઉભી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાનગી બસ એસોસિએશનના આ નિર્ણયને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારા આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ