બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Important news regarding government recruitment

BIG NEWS / ગુજરાતમાં થશે બમ્પર ભરતી? ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય

Dinesh Chaudhary

Last Updated: 09:04 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીની તૈયારી કરતા યુવકો માટે મોટા સમાચાર; સરકાર દ્વારા વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે સમીક્ષા કરવામાં આવશે, મંજૂર મહેકમની જગ્યાઓ ઝડપીથી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચના આપવામાં આવી

  • સરકારી ભરતીને લઈ મહત્વના સમાચાર
  • સરકારે ખાલી જગ્યાઓની કરશે સમિક્ષા
  • મંજૂર મહેકમની ઝડપી ભરતી કરવા સૂચના 
  • ટૂંક સમયમાં ભરતી શરૂ થવાની શક્યતા


સરકારી નોકરીની તૈયારી કરતા યુવકો માટે મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં જ વિવિધ ભરતીઓ માટે કામગીરી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે સમીક્ષા કરવામાં આવશે. મંજૂર મહેકમની જગ્યાઓ ઝડપીથી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચના આપવામાં આવી છે જેથી આગામી સમયમાં સરકાર વિવિધ વિભાગોની ભરતી બહાર પાડે તેવી શક્યતા છે.

સરકારે ખાલી જગ્યાઓની કરશે સમિક્ષા
રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને  સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે.
મંજૂર મહેકમની ઝડપી ભરતી કરવા સૂચના 
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Government recruitment જાહેરાત ભરતી વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ સરકાર સરકારી નોકરી Government recruitment
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ