બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / Impact of VTV report: BJP took this decision immediately after the video of BJP woman member selling liquor went viral in Surat

પડઘો / VTVના અહેવાલની અસર: સુરતમાં ભાજપના મહિલા સભ્યનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયાં બાદ ભાજપે તાબડતોબ લીધો આ નિર્ણય

Kiran

Last Updated: 04:15 PM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બાબેન ગામમાં ભાજપના મહિલા સભ્ય દ્વારા દારૂના વેચાણના વાયરલ વીડિયોને લઇ VTV એ અહેવાલ પ્રસારિત કર્યો જે બાદ જિલ્લા ભાજપ દોડતું થયું છે.

  • ભાજપે મહિલા બુટલેગર સામે કરી આ કાર્યવાહી
  • જિલ્લા ભાજપની શિસ્ત સમિતિ એક્શન મોડમાં 
  • બેખોફ રીતે દારૂના વેચાણનો વીડિયો વાયરલ  

સુરતના બાબેન ગામમાં ભાજપના મહિલા સભ્ય દ્વારા દારૂના વેચાણના વાયરલ વીડિયોને લઇ VTV એ અહેવાલ પ્રસારિત કર્યો જે બાદ જિલ્લા ભાજપ દોડતું થયું છે. જિલ્લા ભાજપની શિસ્ત સમિતિને આ મામલે તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે, તેમજ તપાસ બાદ મહિલા સભ્યને શો-કોઝ નોટિસ આપવામાં આવશે મહત્વનું છે કે પાણીના પાઉંચ વેચાતા હોય તેમ ગુજરાત બાબેન ગામના ભાજપના તાલુકા પંચાયતના સભ્ય ઘરમાંજ ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

ભાજપે મહિલા બુટલેગર સામે કરી આ કાર્યવાહી

વીટીવીના અહેવાલ બાદ હવે જિલ્લા ભાજપ તંત્ર દોડતું થયું છે અને જિલ્લા ભાજપની શિસ્ત સમિતિને આ મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી જિલ્લા ભાજપ સમિતિએ જણાવ્યું કે ગુનો સાબિત થાય તો મહિલા સભ્ય સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે મહત્વનું છે કે તાલુકા પંચાયતના મહિલા સભ્ય શંકુતલા રાઠોડનો વીડિયો વાયરલ થયો હતો હવે ભાજપમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હોય તેમ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ પાર્ટીના મહિલા બુટલેગર નેતા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. 

બેખોફ રીતે દારૂના વેચાણનો વીડિયો વાયરલ  

પાણીના પાઉંચ વેચતા હોય તેમ ગુજરાના આ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ભાજપના તાલુકા પંચાયતના મહિલા સભ્યનો વીડિયો વાયરલ  ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. બારડોલીના બાબેન ગામમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. જો કે રાજ્યમાં આવા વીડિયો વાયરલ થવા નવાઇની વાત નથી. 

પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું 

રોજ આવા વીડિયો સામે આવે છે અને પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવા પણ વીડિયો સામે આવે છે. પરંતુ આ વીડિયો ચોંકાવનારો એટલા માટે છે કારણ કે વીડિયોમાં દેખાતા મહિલા બુટલેગર સંસ્કારી અને સિસ્ત પાર્ટી ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે. 

આ વીડિયો ભાજપ પાર્ટી માટે શરમજનક 

વીડિયોમાં દેખાતા મહિલા શકુંતલા રાઠોડ સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની બાબેન બેઠક-2ના સભ્ય છે. અને આ ગામ ગુજરાત સરકારના મંત્રી ઇશ્વર પરમારનું ગામ છે. મંત્રી ઈશ્વર પરમારના ગામ બાબેનની બેઠક પરથી ચૂંટણી જીતી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય શકુંતલા રાઠોડ બેખોફ રીતે દારૂનું વેચાણ કરી રહ્યાં છે. કારણ કે તેમને ખબર છે કે તેઓ સત્તાધારી પાર્ટીના સભ્ય છે. 

બેખોફ રીતે દારૂનું વેચાણ, ઉઠ્યા અનેક સવાલ 

રાજ્યની ભાજપ સરકાર દારૂબંધીને લઈને મોટા મોટા બણગાં ફૂંકતી હોય છે. પરંતુ વાઈરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડોને પણ ઉઘાડા પાડી દીધા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂબંધીના બણગાં ફૂંકતી સરકાર હવે આ વીડિયોને લઇ શું કહેશે?. બધાને ખબર છે ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ છે?. ભાજપના નેતા જ જો બુટલેગર હોય તો શું કહેવું?. સિસ્તની વાત કરતી ભાજપ પાર્ટી આવા બુટલેગરને કેમ ટિકિટ આપે છે?. 

ક્યાં છે ગુજરાતમાં દારૂ બંધી, ખુલ્લેઆમ દારૂનું વેચાણ 

મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે એટલું જ નહીં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય સકુંતલા રાઠોડ બેખોફ બને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે દારૂબંધીનો ઢોલ પીટતી સરકાર હવે તેમના નેતા સામે કાર્યવાહી કરશે?. તેની સામે પણ એક સવાલ થઈ છે ઉભો છે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વર પરમારના ગામમાં જ દારૂનું વેચાણ ચાલે છે તો શું સરકારને તેની ખબર છે કે નહીં આ વીડિયો ભાજપ માટે શરમજનક છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વર પરમારના ગામમાં જ દારૂનું વેચાણ કરતું હોય તેવો વીડિયો હાલ સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

પાણીના પાઉંચ વેચતા હોય તેમ દારૂનું વેચાણ  

ભાજના સભ્ય છો તો શું થયું કોઈ નિયમ તમને કોઈ નિયમ લાગું નહીં પડે? શું પોલીસ હવે આ તા.પંચાયતના સભ્ય અને ભાજપ નેતા સામે કાર્યવાહી કરશે?. પાણીના પાઉચ વેચતા હોય તેમ દારૂનું વેચાણ કરે છે અને કોઇ કાર્યવાહી પણ નહીં?. તેમના નેતા બુટલેગર છે તેવું જાણી ભાજપ પાર્ટી તેમની સામે શું એક્શન લેશે?. સંસ્કારી ગણાતી ભાજપ પાર્ટી આવા બુટલેગર નેતા સામે કાર્યવાહી કરશે?. તો શું આ છે ગુજરાતની કહેવાતી દારૂબંધી?.
 

સંકળાયેલા મુદ્દાઓ

Alchohol BJP VTV report viral video દારૂુ વેચાણ વીડિયો ભાજપ મહિલા વીડિયો વાયરલ વીડિયો Impact of VTV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ