બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / imp resolution was passed by the Gujarat Education Department

મહત્વનો નિર્ણય / ગુજરાતના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓની દિવાળી સુધરશે, સાતમા પગાર પંચના ત્રીજા હપ્તાને લઈને મહત્વની જાહેરાત

Dhruv

Last Updated: 12:37 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના શૈક્ષણિક કાર્ય અને બિન શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓને લઇને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

  • શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ પસાર કરાયો
  • સાતમા પગાર પંચને લઇને શિક્ષણ વિભાગનો ઠરાવ
  • ઓક્ટોબરમાં સાતમા પગાર પંચનો ત્રીજો હપ્તો ચૂકવાશે

ગાંધીનગરના શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચને લઇને ઠરાવ પસાર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્ય અને બિન શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓને સાતમા પગાર પંચનો ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનામાં ચૂકવી દેવાશે.

ગઇકાલે સરકારી કર્મચારીઓના પગારને લઇને લીધો હતો મહત્વનો નિર્ણય

વધુમાં ગઇકાલે પણ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે એ માટે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. એટલે કે 24 ઓક્ટોબરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓના પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાની સૂચના આપી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

ગયા વર્ષે પણ સરકારી કર્મચારીઓનો પગાર વહેલા કરાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે પણ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વહેલો પગાર આપવામાં આવ્યો હતો.  ગત વર્ષે દિવાળી 4 નવેમ્બરે હતી, જેથી સરકારી કર્મચારીઓનો પગાર 25 ઓક્ટોબરે કરી દેવામાં આવ્યો હતો. કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ