બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / If you have to drive long, check these 5 things in the car

AUTO / લોંગ ડ્રાઈવ કરવાના હોવ તો કારમાં આ 5 વસ્તુ ખાસ ચેક કરો, વધી જશે ટાયરની લાઈફ

Pooja Khunti

Last Updated: 03:28 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાઇક-કારના ટાયર માત્ર 40 હજાર કિલોમીટર સુધી ચાલે છે. તે પછી તેને બદલવું યોગ્ય રહેશે. જો તમે આ ન કરો તો રસ્તામાં ગમે ત્યાં પંચર થઈ શકે છે.

  • દર 10,000 કિલોમીટરના અંતરે વ્હીલ અલાઇનમેન્ટ કરવું જરૂરી છે
  • બાઇક-કારના ટાયર માત્ર 40 હજાર કિલોમીટર સુધી ચાલે છે
  • જો તમે આ ન કરો તો રસ્તામાં ગમે ત્યાં પંચર થઈ શકે છે

કાર ચલાવવામાં ટાયર મહત્વની ભૂમિકા ભજવે છે. ડ્રાઇવિંગ દરમિયાન ટાયરનાં ટકાઉપણાં પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ટાયરની જેટલી સારી રીતે કાળજી લેવામાં આવશે, તેટલું ટાયરનું જીવન વધશે. ડ્રાઇવિંગ કરતી વખતે, ટાયરની હવા અને દબાણ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તમારા ટાયરને મજબૂત બનાવવા માટે આ ટિપ્સ ફોલો કરો.  

મોડીફાઈડ કરવાનું ટાળો
વાહન ખરીદ્યા પછી ઘણા લોકો તેને મોડીફાઈડ કરવા માટે અલગથી ટાયર ફીટ કરાવે છે. ઘણીવાર આવા ટાયર વાહનનાં કદની સરખામણીએ નાના કે મોટા હોય છે. આવા ટાયર લગાવવાથી વાહનના માઇલેજ અને એન્જિન પર ચોક્કસપણે અસર થાય છે. તે ટાયર પણ ઝડપથી ઘસાય જાય છે. જેના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. 

વ્હીલ અલાઇનમેન્ટ 
ઉબડખાબડ અથવા ખરાબ રસ્તાઓ પર કાર ચાલવાને કારણે, કારના પૈડામાં વ્હીલ ડિસબેલેન્સિંગ અથવા અલાઈનમેન્ટ જેવી સમસ્યાઓ સર્જાય છે. જેના કારણે કારના ટાયર ઝડપથી ઘસાવા લાગે છે અને કારનું માઈલેજ ઓછું થઈ જાય છે. તેનાથી બચવા માટે દર 10,000 કિલોમીટરના અંતરે વ્હીલ અલાઇનમેન્ટ કરવું જરૂરી છે.

ટાયર સીલંટનો ઉપયોગ કરો
જો રસ્તામાં ટાયર પંચર થઈ જાય તો તેને રીપેર કરાવવાને બદલે ટાયર સીલંટનો ઉપયોગ કરો. આમ કરવાથી પંચર તરત જ ઠીક થઈ જાય છે અને હવાનું દબાણ ઓછું થતું નથી. જો તમે લાંબા પ્રવાસ પર જઈ રહ્યા હોય તો ટાયર સીલંટ હંમેશા સારો વિકલ્પ છે. 

વાંચવા જેવું: માત્ર 25 લોકો માટે આવી Royal Enfield ની આ બાઇક: કિંમત સવા ચાર લાખ રૂપિયા

ટાયરમાં હવા ભરો
તમારી કારનું ટાયર કેટલો સમય ચાલશે તે મોટાભાગે તમારા ટાયરના હવાના દબાણ પર આધારિત છે. જો ટાયર સંપૂર્ણપણે હવાથી ભરેલું ન હોય તો તેના પર વધુ દબાણ આવે છે અને તે ઝડપથી ઘસાય જાય છે. કાર કે બાઇકના ટાયર સમયાંતરે ચેક કરાવતા રહેવું જોઈએ. જેથી ટાયર બગડી ન જાય. 

કારનું ટાયર ક્યારે બદલવું
બાઇક-કારના ટાયર માત્ર 40 હજાર કિલોમીટર સુધી ચાલે છે. તે પછી તેને બદલવું યોગ્ય રહેશે. જો તમે આ ન કરો તો રસ્તામાં ગમે ત્યાં પંચર થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ