બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If you have bad or scary dreams just do this remedy danger will be avoided

સ્વપ્નશાસ્ત્ર / અશુભ કે ભયાનક સપના આવે તો ના લેશો ટેન્શન: બસ જાતે જ કરી લો આ ઉપાય, ટળી જશે સંકટ

Manisha Jogi

Last Updated: 06:01 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપના ભવિષ્યમાં થનાર ઘટનાઓનો સંકેત આપે છે. અશુભ સપનાની ખરાબ અસરથી બચવા માટે આ ઉપાય કરવાથી તમામ સંકટ દૂર થઈ જશે.

  • રાત્રે ખરાબ સપનું આવે તો શું કરવું?
  • અશુભ સપનું આવે તો નુકસાન થઈ શકે છે.
  • નુકસાનથી બચવા માટે કરો આ ઉપાય.

 સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્યમાં થનાર શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. જો તમને અશુભ સપનું આવે તો તેના કારણે અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. નાણાંકીય નુકસાન અથવા ગંભીર બિમારીમાં સપડાઈ શકો છો. જો શુભ એટલે કે, સારું સપનું આવે તો નાણાંકીય લાભ અથવા તરક્કી જેવા સારા સમાચાર મળી શકે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામને ચિત્રકૂટ વાસ દરમિયાન અશુભ સપનું આવ્યું હતું. તે સમયે તેમણે ખરાબ અસરથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી. આ પ્રકારે ધર્મ અને જ્યોતિષમાં અશુભ ફળથી બચવા માટે કારગર ઉપાય જણાવવામાં આવ્યા છે, જેથી અનિષ્ટ બાબતોનું નિવારણ આવી શકે. 

ખરાબ સપનાના અશુભ ફળથી બચવાના ઉપાય

  • જો રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અશુભ સપનું આવે તો હનુમાન ચાલીસાના પાઠ કરો અથવા ભગવાન શિવના નામનું સ્મરણ કરો. ભગવાન શિવના મંત્ર 'ॐ नमः शिवाय' નો જાપ કરો. બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને મંદિરમાં જઈને શિવલિંગ પર જળાભિષેક કરો. 
  • ખરાબ સપનું આવે તો સવાર ઉઠીને મંદિર જાવ અને કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. તમારા સામર્થ્ય અનુસાર પૈસા, કપડા અને અનાજનું દાન કરો. 
  • સવારે 4 વાગ્યા પછી ખરાબ સપનું આવે તો સવારે ઉઠીને કંઈપણ બોલ્યા વગર તુલસીના છોડને તમારું સપનું જણાવી દો. આ પ્રકારે કરવાથી સપનાનું ખરાબ ફળ મળતું નથી. તુલસીનો છોડ ના હોય તો મનમાં જ ભગવાનને આ વાત જણાવી દો અને કંઈ ખરાબ ના થાય તેવી પ્રાર્થના કરો. 
  • ખરાબ સપના વિશે કાગળમાં લખીને બાળી દો અને તેની રાખ પાણીમાં પધરાવી દો. આ પ્રકારે કર્યા બાદ 108 વાર 'ॐ नमः शिवाय' મંત્રનો જાપ કરો. 
  • અશુભ સપનાની ખરાબ અસરથી બચવા માટે હનુમાનજીને યાદ કરો અને તેની ખરાબ અસરથી બચવા માટે પ્રાર્થના કરો. હનુમાનજી તમામ કષ્ટ દૂર કરશે. સુંદરકાંડ, બજરંગ બાણ, સંકટમોચન સ્તોત્ર અથવા હનુમાન ચાલીસાના પાછ કરો. તમે સવારે આ પાઠ ના કરી શકો તો સાંજે પણ કરી શકો છો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ