બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / If the phone fell into the water while taking a selfie, the dam started to be emptied, wasting millions of liters of water

છત્તીસગઢ / વાહ! સાહેબ રૌફ તો જુઓ! સેલ્ફી લેતા ફોન પાણીમાં પડ્યો તો ડેમ ખાલી કરાવવા લાગ્યા, લાખો લિટર પાણીનો વેડફાટ

Priyakant

Last Updated: 03:55 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh News: એક ફોન ખાતર ડેમમાંથી જે પાણી વેડફાયુ તેનાથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી હોત, 21 લાખ લિટર પાણીના વેડફાટ બાદ ફોન મળ્યો પણ બંધ હાલતમાં

  • છત્તીસગઢનાં કાંકેર જિલ્લામાં એક ચોંકવાનારી ઘટના
  • ફરવા ગયેલ ફૂડ ઇન્સ્પેકટરનો મોબાઈલ પડ્યો ડેમમાં
  • ફૂડ ઇન્સ્પેકટરે ડેમમાંથી લાખો લિટર પાણી વેડફી નાખ્યું 
  • 21 લાખ લિટર પાણીના વેડફાટ બાદ ફોન મળ્યો પણ બંધ હાલતમાં

છત્તીસગઢનાં કાંકેર જિલ્લામાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કાંકેરના પંખાજૂરમાં એક ફૂડ ઇન્સ્પેકટરે પાણીમાં પડેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે ડેમમાંથી લાખો લિટર પાણી વેડફી દીધું. એક ફોન ખાતર ડેમમાંથી જે પાણી વેડફાયુ તેનાથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી હોત. જોકે અધિકારીનો કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યો હતો પણ તે ખરાબ થઈ ચૂક્યો હતો.

કાંકેર જિલ્લામાં કોયલીબેડા બ્લોકના એક ફૂડ ઇન્સ્પેકટર રવિવારે રજા માટે ખેરકટ્ટા પરલકોટ જળાશય પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ જળાશયના ઓવરબ્રિજ પર 15 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પડ્યો હતો. અધિકારીએ પહેલા નજીકના ગ્રામજનોને મોબાઈલ શોધવા માટે લગાડ્યા. અનુભવી તરવૈયાઓને બોલાવ્યા પણ તેમનો મોબાઈલ ન મળ્યો. 

સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા અને પછી..... 
આ પછી ફોન હટાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 30 HPનો પંપ લગાવીને જળાશયનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાઢવા માટે પંપ સતત ચાલુ હતો. જોકે જળાશયમાંથી સતત પાણી ઉપાડવાનો મામલો ઉપર સુધી પહોંચતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં પંપ બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદ ફરી શોધખોળ કરવા પર મોબાઈલ ફોન મળી આવ્યો પરંતુ તે ખરાબ હતો.

21 લાખ લિટર પાણીનો વેડફાટ
એક અંદાજ મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધીમાં 24 કલાક સતત ચાલતા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લિટર પાણીનો વેડફાટ થયો હતો. આ પાણીનો જથ્થો દોઢ હજાર એકર જમીનને સિંચાઈ માટે પૂરતો હતો.  હવે સવાલ એ થાય છે કે અધિકારીના મોબાઈલમાં શું હતું? જેના માટે સિંચાઈ માટે વપરાતું પાણી આટલી હદે વહી ગયું હતું.

5 ફૂટ સુધી પાણી કાઢવાની પરવાનગી અપાઈ: SDO
જળ સંસાધન વિભાગના ઉપ-વિભાગીય અધિકારી રામ લાલ ધીનવારનું કહેવું છે કે, 5 ફૂટ સુધી પાણી ખાલી કરવાની મંજૂરી મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી 10 ફૂટથી વધુ પાણી હટાવવામાં આવ્યું છે. જોકે આટલી કાળઝાળ ગરમીમાં પણ સિંચાઈના પાણીનો બગાડ કરતા વિસ્તારના સેંકડો ખેડૂતોની રોજીરોટી કરતાં અધિકારીના મોંઘા ફોનની કિંમત કદાચ વધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ