બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / If such a sign appears in the body, be careful! Otherwise, the kidney can be seriously damaged

હેલ્થ ઍલર્ટ / બૉડીમાં દેખાય આવાં સંકેત તો થઇ જજો સાવધાન! નહીં તો કિડનીને થઇ શકે છે મોટું નુકસાન

Megha

Last Updated: 12:59 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થવા પર અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા હોય છે, ત્યારે આપણું શરીર   ઘણા સંકેતો આપવાનું શરૂ કરે છે.

  • કિડનીની સમસ્યા હોય તો શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે
  • કિડનીનું મુખ્ય કાર્ય લોહીને સાફ કરવાનું છે
  • કિડનીમાં સમસ્યા થવા પર પેશાબમાં ફેરફાર થાય છે

આપણા શરીરમાં રહેલા દરેક અંગોનું અલગ-અલગ કામ હોય છે. હૃદય, મગજ અને ફેફસાની જેમ જ કિડની પણ આપણા સ્વાસ્થ્યને મેનટેન રાખવા માટે સતત કામ કરે છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીને સાફ કરવાનું અને પેશાબ દ્વારા શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાનું છે.

આ સિવાય કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને લાલ રક્તકણોની રચના તેમજ શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થવા પર અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા હોય છે, ત્યારે આપણું શરીર ઘણા સંકેતો આપવાનું શરૂ કરે છે. આવો આ સંકેતો વિશે જાણીએ.

ચહેરો, પગ અને આંખમાં સોજા - કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કરવાનું છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે કચરો શરીરમાંથી બહાર નીકળી શકતો નથી, જેના કારણે શરીરમાં પાણી અને મીઠાની સાથે ઝેરી તત્વો જમા થવા લાગે છે. શરીરમાં આ બધાનું સ્તર વધવાથી ચહેરા, પગ અને આંખની આસપાસ સોજા આવવા લાગે છે.

થાક લાગવો- કિડની લાલ રક્તકણોનું નિર્માણ કરે છે, જેની ઉણપથી એનિમિયા થઈ શકે છે. કિડની મગજ અને સ્નાયુઓને ઓક્સિજન અને પોષક તત્ત્વો પૂરા પાડવામાં અવરોધ લાવી શકે છે, જેના કારણે તમને ખૂબ જ થાક લાગી શકે છે.

પેશાબમાં ફેરફાર - કિડનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર પેશાબમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે, કિડની લોહીને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, જેમાં પેશાબનું ઉત્પાદન થાય છે, જેના દ્વારા શરીરમાંથી કચરો દૂર થાય છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે પેશાબ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને વારંવાર પેશાબ આવે છે, જ્યારે અન્ય લોકોને પેશાબમાં લોહી, ફીણ વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.

શ્વાસ લેવામાં તકલીફ - કિડની આપણા શરીરમાં પ્રવાહીને સંતુલિત કરવાનું કામ કરે છે. જ્યારે કિડનીમાં સમસ્યા હોય છે, ત્યારે ફેફસામાં પ્રવાહી જમા થવા લાગે છે, જેના કારણે શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે. આ દરમિયાન કેટલાક લોકોને છાતીમાં દુખાવાનો પણ સામનો કરવો પડે છે.

ડ્રાઈ સ્કીન - જો તમારી સ્કીન ખૂબ જ ડ્રાઈ છે અને તમે ખંજવાળની ​​સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ પણ કિડની રોગની નિશાની હોઈ શકે છે. આ લોહીમાં ખનિજો અને પોષક તત્વોના અસંતુલનનો સંકેત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ