ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / if some information are wrong in your pan card get corrected by this method

તમારા કામનું / PAN કાર્ડ બનાવતી વખતે ખોટી માહિતી એડ થઈ ગઈ છે? આ સિમ્પલ પ્રોસેસથી ઘરે બેઠા સુધારો ભૂલ

Published By: Arohi

Last Updated: 07:41 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો PAN અને આધારમાં અલગ-અલગ માહિતી નોંધવામાં આવી છે જેવી કે નામ, જન્મ તારીખ વગેરે. તો આવી સ્થિતિમાં બંનેને લિંક કરવામાં મુશ્કેલી આવી શકે છે.

ADVERTISEMENT

  • PAN કાર્ડમાં ખોટી માહિત અપડેટ થઈ ગઈ છે? 
  • આ રીતે ઘરે બેઠા સુધારો ભૂલ 
  • અહીં જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

PAN આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. તેનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને પ્રોપર્ટી ખરીદવા, જ્વેલરીની ખરીદી કરવા માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. 

ગ્રાહકો માટે PAN કાર્ડ વિના ગમે ત્યાં વેપાર અથવા રોકાણ કરવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, તેના વિશે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવકવેરાના નિયમો અનુસાર, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

એવામાં જો નામ જન્મ તારીખ વગેરે જેવી માહિતી બંનેમાં અલગ અલગ હશે તો બંનેને લિંક કરવામાં મુશ્કેલી આવી શકે છે. ઉલ્લેખનીય છે કે PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે.  આ પછી તમારું PAN કાર્ડ અમાન્ય જાહેર કરવામાં આવશે. 

જો તમારા PAN કાર્ડ પર કોઈ માહિતી ખોટી દાખલ કરવામાં આવી છે. તો તમે ઈનકમ ટેક્સની વેબસાઇટ પર જઈને તેને સુધારી શકો છો. તો ચાલો તમને જણાવીએ પાન કાર્ડમાં માહિતી અપડેટ કરવાની સરળ રીત

PAN માહિતી આ રીતે અપડેટ કરો

  • પાન કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે, સૌ પ્રથમ, આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરો.
  • અહીં તમે Changes or Correction પર પાન કાર્ડ અથવા Reprint of PAN Card ઓપ્શનની પસંદગી કરો. 
  • અહીં તમારી પાસે અમુક જાણકારીઓ માંગવામાં આવશે જેને ફોલો કરો. 
  • ત્યાર બાદ જાણકારીને વેરિફાઈ કરવા માટે તમારે પાસપોર્ટ, આધાર કાર્ડ, રાશન કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે. 
  • ત્યાર બાદ ચેઝ કરવા માટે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તમારે પેમેન્ટ માટે બેન્ક પેજ પર ડાયવર્ટ કરી દેવામાં આવશે. 
  • પેમેન્ટ કર્યા બાદ તમારી પાસે બેન્ક રેફરેન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર આવી જશે. 
  • તેને પોતાના સિસ્ટમમાં સેવ કરી લો અને આગળ વધો. 
  • પછી આગળ તમને એક ફોર્મ ભરવાનું રહેશે. 
  • આ ફોર્મમાં તમને પાનમાં થયેલી ભૂલ નોંધવાની રહેશે. 
  • ત્યાર બાદ તેને સબમિટ કરી દો. 
  • ત્યાર બાદ તમારા પાન કાર્ડમાં જાનકારી અપડેટ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

PAN અપડેટ પાન કાર્ડ PAN CARD

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ