બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / if conversions do not stop we will make Law says mansukh vasava
ADVERTISEMENT
નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચની તાજેતરમાં જાહેરસભા યોજવામાં આવી હતી, જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. આ જાહેરસભામાં મનસુખ વસાવાએ સંબોધન કર્યું હતું અને હિન્દૂ ધર્મ પર ટીકા ટિપ્પણી કરનાર તેમજ ધર્મ પરિવર્તન કરવાનારાઓને આડેહાથ લીધા હતા.
ADVERTISEMENT
કાયદો બનાવવાની પણ અમારી તૈયારી: વસાવા
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ મુઘલ સામ્રાજ્ય થઈ જશે. આમારા જેવા વિચારધારાના લોકો બેસી નથી રહેવાના. જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવવાની પણ અમારી તૈયારી છે.
ADVERTISEMENT
ધર્મ પરિવર્તન કરનારને આદિવાસી સમાજથી કાઢી મુકવા જોઈએ
સાથે જ તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના લોકોના આદિવાસી તરીકેના લાભો બંધ કરી દેવા પડશે અથવા સમાજમાંથી જ કાઢી મુકવા પડશે.
ADVERTISEMENT
પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે વસાવા
ગુજરાત ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ફરી વાર લેટર બોમ્બ ફોડ્યો છે. મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો
મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે. સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરાયાનો આક્ષેપ લગાવ્યો છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.