ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / If breakup after live in relationship maintenance will have to be paid- MP HC

ન્યાયિક / લિવ ઈન રિલેશન બાદ બ્રેકઅપ થયું તો આપવું પડશે ભરણપોષણ- HCનો મોટો ચુકાદો

Published By: Hiralal

Last Updated: 03:22 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહિલાના અધિકાર પરત્વેની દિશામાં એક મોટું પગલું ભર્યું છે તેમને લિવ ઈન બ્રેકઅપના કિસ્સામાં ભરણપોષણનો અધિકાર આપ્યો છે.

ADVERTISEMENT

મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મહિલાઓના હિતમાં એક મોટો ઓર્ડર બહાર પાડ્યો છે. હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ જો બ્રેકઅપ થઇ જાય તો મહિલા ભરણપોષણની હકદાર બનશે. પુરુષ સાથે લાંબા ગાળાના સંબંધમાં રહેતી સ્ત્રી કાયદેસર રીતે લગ્ન ન કરે તો પણ તેને અલગ થવા પર ભરણપોષણની હકદાર બનશે. 

મહિલાઓ કેમ ભરણપોષણની હકદાર 
હાઈકોર્ટનો આ ચુકાદો એક મહિલાની અરજી પર આવ્યો હતો. અરજદાર શૈલેષ બોપ્ચેએ બાલાઘાટ જિલ્લા અદાલતના આદેશને પડકાર્યો હતો જેમાં મહિલાને માસિક રૂ.1,500નું ભથ્થું ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પુરુષ મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતો. બાદમાં બોપ્ચેએ આ ચુકાદાને હાઈકોર્ટમાં એ આધાર પર પડકાર્યો હતો કે મહિલાએ જિલ્લા કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તેણે મંદિરમાં લગ્ન કર્યા છે પરંતુ તે તે સાબિત કરી શકી નથી. પરંતુ જિલ્લા અદાલતે હજી પણ તેનો સ્વીકાર કર્યો હતો. જોકે, હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જી એસ આહલુવાલિયાની બેન્ચે કહ્યું કે બોપ્ચેના વકીલ દ્વારા એક જ દલીલ ઉઠાવવામાં આવી છે કે મહિલા કાયદાકીય રીતે તેની પત્ની નથી, તેથી સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણ ભથ્થાની અરજી જાળવી શકાય તેવી નથી. ટ્રાયલ કોર્ટે એવું નથી કહ્યું કે તે તેની કાયદાકીય રીતે વિવાહિત પત્ની હતી કે ન તો મહિલા સાબિત કરી શકી કે લગ્ન મંદિરમાં થયા હતા. "પરંતુ ટ્રાયલ કોર્ટે તારણ કાઢ્યું છે કે પુરુષ અને સ્ત્રી ઘણા લાંબા સમયથી પતિ અને પત્ની તરીકે રહેતા હતા, અને મહિલાએ પણ એક બાળકને જન્મ આપ્યો છે, તેથી તે ભરણપોષણ માટે હકદાર છે. 

વધુ વાંચો : છોડો જીમ-ડાયટ ! આ શખ્સે કંઈ પણ કર્યાં વગર કાઢ્યાં 111 વર્ષ, આપી જોરદાર ટીપ્સ

સહવાસના પુરાવા હોય તો ભરણપોષણનો ઈનકાર નહીં 
સુનાવણી દરમિયાન જસ્ટીસે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો દંપતી વચ્ચે સહવાસના પુરાવા હોય તો ભરણપોષણનો ઇનકાર ન કરી શકાય. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના એ તારણને ટાંક્યું હતું, જેમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે, પુરુષ અને સ્ત્રી પતિ-પત્ની તરીકે રહે છે. આ ઉપરાંત મહિલાએ લિવ ઇનમાં રહેતા બાળકને પણ જન્મ આપ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે ઠરાવ્યું હતું કે, મહિલા ભરણપોષણ માટે હકદાર છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આ નિર્ણયને એટલા માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે કારણ કે ભારતમાં લિવ ઈન રિલેશનશિપને લઈને ઘણી કાયદાકીય ચર્ચાઓ ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Live In Relationship case MP HC મધ્યપ્રદેશ હાઈકોર્ટ લિવ ઈન રિલેશનશીપ MP HC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ