બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Brit aged 111-year-old revealed as world's oldest man

લાંબુ જીવન / છોડો જીમ-ડાયટ ! આ શખ્સે કંઈ પણ કર્યાં વગર કાઢ્યાં 111 વર્ષ, આપી જોરદાર ટીપ્સ

Published By: Hiralal

Last Updated: 03:06 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનનો એક વ્યક્તિ એવો નીકળ્યો કે જેણે જિંદગીમાં ખાસ કંઈ કર્યાં વગર 111 વર્ષ કાઢી નાખ્યાં.

લોકો લાંબુ જીવવા માટે જાતજાતના ઉપાયો કરતાં હોય છે. પરંતુ એક શખ્સ તો એવો નીકળ્યો કે તે કંઈ ખાસ કર્યાં વગર જિંદગીના 111 વર્ષ કાઢી નાખ્યાં. આ પણ એક ચમત્કાર જ ગણાય. વાત છે વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ, 111 વર્ષીય બ્રિટનના જ્હોન ટિનિસવુડની. ટિનિસવુડે કહ્યું કે તેમનું આયુષ્ય "ફક્ત નસીબ" છે અને તેમણે લાંબુ જીવવા માટે કોઈ સ્પેશિયલ ડાયેટ લીધો નથી એટલે કે કંઈ પણ કર્યા વગર આ શખ્સ સદી ફટકારી દીધી અને હાલમાં 111મું ચાલું રહ્યું છે. 

દર શુક્રવારે માછલી અને ચિપ્સ 
ટિનિસવુડે કહ્યું કે લાંબુ જીવવા માટે તેમણે કોઈ વિશેષ આહાર લીધો નથી. તેઓ કહે છે દર શુક્રવારે હું માછલી અને ચિપ્સ ખાવું. વર્ષોથી આ ટેવ છે. 

'કાં લાંબુ કે કાં ટૂંકું જીવન', બીજો કોઈ ઉપાય નથી 
1912માં ઉત્તરી ઇંગ્લેન્ડના મર્સીસાઇડમાં જન્મેલા, નિવૃત્ત એકાઉન્ટન્ટ અને પોસ્ટલ સર્વિસના ભૂતપૂર્વ કર્મચારી ટિનિસવુડની ઉંમર 111 વર્ષ અને 222 દિવસની છે. જો કે, જ્યારે તેના દીર્ધાયુષ્યનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એક અનોખો જવાબ આપ્યો, "કાં તો તમે લાંબુ જીવો છો અથવા તમે ટૂંકા જીવો છો, અને તમે તેના વિશે વધારે કરી શકતા નથી.

કોણ છે સૌથી વધારે લાંબુ જીવનાર શખ્સ 
ટિનિસવુડે વિશ્વની સ્થિતિ વિશે કંઈક સીધુંસાદું વલણ અપનાવ્યું, "વિશ્વ, તેની પોતાની રીતે, હંમેશાં બદલાતું રહે છે. આ એક પ્રકારનો સતત અનુભવ છે... તે થોડું સારું થઈ રહ્યું છે પરંતુ હજી તેટલું વધારે નથી. તે સાચા રસ્તે ચાલી રહ્યું છે. અત્યાર સુધીની સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનની જીરોમોન કિમુરા હતી, જે 116 વર્ષ અને 54 દિવસ જીવ્યા હતા. સૌથી મોટી ઉંમરની જીવિત મહિલા અને એકંદરે સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ સ્પેનની મારિયા બ્રાન્યાસ મોરેઇરા છે, જેની ઉંમર 117 વર્ષ છે.

સંકળાયેલા મુદ્દાઓ

111 year old John Tinniswood જોન ટિનિસવૂડ 111 year old

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ